લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે વક્ફ સુધારા બિલ પર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. "આપણે ફક્ત આપણી સંપતિઓનું જ દાન કરી શકીએ છીએ, સરકારી નહીં.
વધુમાં શાહે લોકસભામાં કહ્યું જો 2013માં જે સંશોધન આવ્યું તે ના આવ્યું હોત તો આજે આ સુધારો લાવવાની જરૂર ના પડી હોત. કોંગ્રેસ સરકારે દિલ્હી લુટિયન્સની 125 મિલકતો વક્ફને આપી હતી.
અમિત શાહે કહ્યું કે બિન-ઇસ્લામિક સભ્યો વક્ફમાં નહીં આવે. મુતવલ્લી બિન-મુસ્લિમ વ્યક્તિ નહીં હોય. ઓડિટ પારદર્શકતા લાવશે. જ્યાં વક્ફ જાહેર કરવામાં આવે છે, ત્યાં જમીન સરકારી છે કે નહીં તેની ચકાસણી થવી જોઈએ અને કલેક્ટર સિવાય કોઈ તેની ચકાસણી કરી શકશે નહીં. 2001થી 2012 સુધી એક લાખ કરોડ રૂપિયાની સંપત્તિ લીઝ પર આપવામાં આવી હતી. લાલુ પ્રસાદ યાદવે 2013માં કહ્યું હતું કે જમીન પર કબજો કરવામાં આવ્યો હતો. લાલુ યાદવે પણ કહ્યું હતું કે કડક કાયદો લાવવો જોઈએ. લાલુ યાદવે ગેરકાયદેસર કબજાને મુક્ત કરવાની માગ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મસ્જિદનું નિર્માણ હિમાચલ પ્રદેશમાં વક્ફ જમીનના આધારે કરવામાં આવ્યું હતું. તેમણે તમિલનાડુથી લઈને કર્ણાટક સુધીના ઉદાહરણો ટાંક્યા હતા, જેના પર વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને તેમના પર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "અહીંના એક સભ્યએ કહ્યું કે લઘુમતીઓ આ કાયદાને સ્વીકારશે નહીં. સંસદનો કાયદો છે, દરેક વ્યક્તિએ તેને સ્વીકારવો પડશે. કોઈ કેવી રીતે કહી શકે કે તેઓ તેને સ્વીકારશે નહીં? આ કાયદો ભારત સરકારનો છે અને તેને સ્વીકારવો પડશે. વધુમાં કહ્યું કે "આ બિલ જમીનની સુરક્ષા પ્રદાન કરશે. કોઈની જમીન હવે માત્ર ઘોષણા દ્વારા વક્ફ નહીં બને. અમે પુરાતત્વ વિભાગ અને ASIની જમીનને સુરક્ષા આપીશું. સામાન્ય માણસની ખાનગી સંપત્તિ સુરક્ષિત રહેશે.
વક્ફ શબ્દ પર અમિત શાહે કહ્યું કે વક્ફ એક અરબી શબ્દ છે. વક્ફનો ઇતિહાસ કેટલીક હદીસો સાથે જોડાયેલો છે. અને આજકાલ જે અર્થમાં વક્ફનો ઉપયોગ કરવામાં આવે છે તેનો અર્થ છે અલ્લાહના નામે સંપત્તિનું દાન છે. પવિત્ર ધાર્મિક હેતુઓ માટે સંપત્તિનું દાન. વક્ફનો સમકાલીન અર્થ ઇસ્લામના બીજા ખલીફા ઉમરના સમય દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હતો. એક રીતે, જો આજની ભાષામાં અર્થઘટન કરવામાં આવે, તો વક્ફ એક પ્રકારની સખાવતી નોંધણી છે. જ્યાં કોઈ વ્યક્તિ મિલકત પરત લેવાના હેતુ વગર ધાર્મિક અને સામાજિક કલ્યાણ માટે જમીનનું દાન કરે છે.
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, "2001-12 ની વચ્ચે, 2 લાખ કરોડ રૂપિયાની વક્ફ સંપત્તિઓ 100 વર્ષના લીઝ પર ખાનગી સંસ્થાઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી. બેંગ્લોરની હાઈકોર્ટે દરમિયાનગીરી કરીને 602 એકર જમીનની જપ્તી પર રોક લગાવવી પડી હતી. આ પૈસા દેશના ગરીબ મુસ્લિમોના છે, તે ધન્નસેઠની ચોરી માટે નથી.
Follow Offbeat Stories channel on WhatsApp
https://whatsapp.com/channel/0029VbASup6Ae5VkurirGM2h
નાટો સમિટ પહેલા રશિયાના ભીષણ હુમલાથી વધ્યો વૈશ્વિક તણાવ!: બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન એટેકથી ફરી ધ્રૂજ્યું કિવ, રહેણાંક વિસ્તારોમાં ભારે તબાહી






