Home Gujarat Visnagar Bjp Leader And Corporator Deepak Modi Ended His Life By Falling Under A Train

વિસનગરમાં ભાજપ નેતાએ જીવન ટૂંકાવતા ગુજરાતના રાજકારણમાં હડકંપ : ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનવા છતાં કેમ ભર્યું આવું પગલું?

Visnagar Visnagar Nagarsevak Deepak Modi
Published by: Nirali Gohil
Last Updated: Jun 08, 2026, 06:00 AM IST

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1ના નગરસેવક દીપક મોદીનું નિધન થતાં સમગ્ર શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે સક્રિય રહેલા દીપક મોદીના અચાનક અવસાનના સમાચારથી તેમના સમર્થકો, મિત્રો અને સ્થાનિક નાગરિકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, દીપક મોદીનો મૃતદેહ રેલવે ટ્રેક નજીકથી મળ્યો હતો. જેથી દીપક મોદી કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટુકાવ્યું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, રેલવે પોલીસ અને અન્ય અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટ્રેક નજીકથી તેમનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

વોર્ડ નંબર-1માંથી બિનહરીફ ચૂંટાયા હતા

દીપક મોદી વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1ના નગરસેવક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને વિસ્તારમાં લોકપ્રિય જનપ્રતિનિધિ તરીકે ઓળખ ધરાવતા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તેઓ વિસ્તારના વિકાસકાર્યો તેમજ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત સક્રિય રહેતા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં કાર્યકરો, મિત્રો અને શુભેચ્છકો તેમના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: PM મોદીના પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ: ગિફ્ટ સિટીથી બુલેટ ટ્રેન સુધી, જુઓ પ્રધાનમંત્રીના વિઝને કેવી રીતે બદલ્યું ગુજરાત?

ઘટનાના કારણોને લઈને તપાસ શરૂ

પોલીસે ઘટનાને લઈને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી મળેલી માહિતી, પરિવારજનોના નિવેદનો તેમજ અન્ય સંજોગોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, તમામ પાસાઓની તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તપાસ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

શહેરમાં શોકનો માહોલ

દીપક મોદીના નિધનથી વિસનગર શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને નાગરિકોએ તેમના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના અચાનક નિધનથી નગરપાલિકા અને વિસ્તારના વિકાસકાર્યો સાથે જોડાયેલા અનેક લોકોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે. લોકો તેમને સરળ સ્વભાવના અને લોકોની વચ્ચે રહીને કામ કરતા જનપ્રતિનિધિ તરીકે યાદ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now

બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં: રાજકોટમાં "ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચમત્કાર બતાવવા પ્રેત બોલાવવાનું નાટક ઉભું કર્યું" બાબાએ કહ્યું; મીડિયામાં વીડિયો ના ચલાવતા

બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં