Home Gujarat Vishwakarma Business Expo 2026 Gandhinagar

ગાંધીનગરમાં વિશ્વકર્મા બિઝનેસ એક્સપો-2026 નો ભવ્ય આરંભ : 119 થી વધુ સ્ટોલ સાથે ઉદ્યોગોને મળ્યો નવો મંચ

વિશ્વકર્મા બિઝનેસ એક્સપો- 2026
Published by: Chintan Chavda
Last Updated: Apr 11, 2026, 06:26 AM IST

ગાંધીનગર સેક્ટર 17 Helipad Exhibition Centre માં 11 અને 12 એપ્રિલમાં વિશ્વકર્મા બિઝનેસ એક્સપો- 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય મેગા બિઝનેસ પ્રદર્શનમાં વિશ્વકર્મા સમુદાયના વ્યવસાયો દ્વારા ફાર્મા મશીનરી, ટેક્સટાઇલ, બાંધકામ, આઇટી, આર્કિટેક્ચર, ફર્નિચર, કન્સલ્ટિંગ અને અન્ય ક્ષેત્રોના 119+ સ્ટોલનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શિલાન્યાસ કર્યો હતો.

આ દરમિયાન જગદીશ વિશ્વકર્મા એ જણાવ્યું, 17 સપ્ટેમ્બરના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવામાં આવ છે. જ્યારે અંગ્રેજોને હાવડા બ્રિજનું ખાતમૂર્ત કરવાનું હતું, તે દિવસે કોઈ કારીગર ત્યાં આવવા તૈયાર નહતો થયો. તે સમયે કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ એ કહ્યું કે આજે 17 સપ્ટેમ્બર છે, અમાસ છે તો ભગવાન વિશ્વકર્માની પૂજા થશે તો જ કારીગર કામે આવશે. તો તે દિવસે હાવડા બ્રિજના ખતમૂર્ત સમયે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવામાં આવી હતી અને ત્યાર બાદ સમગ્ર દેશમાં 17 સપ્ટેમ્બરે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાની પરંપરા ચાલુ થઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now