Home Gujarat Vikas Sahay Was Given A Respectful Farewell

વિકાસ સહાયને માનભેર વિદાય અપાઈ : ગાડી દોરડાથી ખેંચી, ગાર્ડ ઓફ ઓનર અપાયું, કહ્યું 'આભાર....'

વિકાસ સહાયને માનભેર વિદાય અપાઈ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 04:39 AM IST

ગુજરાતના DGP વિકાસ સહાય આજે વય નિવૃત્ત થયા છે. DGPનો ચાર્જ ડો. કે. એલ.એન રાવને સોંપવામાં આવ્યો છે. આજે વિકાસ સહાયને વિદાયમાન અપાયું હતું. સાથો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ગાડી ખેંચીને વય નિવૃત્ત થતાં વિદાય આપી હતી

'હું ખૂબ ખૂબ અભિનંદ આપું છું'

વિકાસ સહાયએ કહ્યું કે, 'રાજ્યના નવા ઈન્ચાર્જ પોલીસ વડા ડો. કે. એલ.એન રાવની નિમણૂક થઈ તેમને હું ખૂબ ખૂબ અભિનંદ આપું છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે, એમની કામગીરી રહી છે તેનાથી વધુ ઉત્તમ કામગીરી રહેશે. મને ત્રણ વર્ષની કામગીરી આ કામગીરી સોંપવામાં આવી તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું. મારા પર વિશ્વાસ રાખીને આ જવાબદારી આપવામાં આવી હતી તે વિશ્વાસ સાથે નીભાવી છે. સાથો સાથ તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો પણ આભાર માનું કે તેમણે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે'

વિકાસ સહાયએ એક ભાવુક પોસ્ટ પણ કરી

વિકાસ સહાય આજે વય નિવૃત્ત થતા 36 વર્ષની કારકિર્દીમાંથી અમદાવાદમાં વિતાવેલા વર્ષોને યાદ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં ભાવુક બનતા નજરે પડે છે. વર્ષો પહેલાં જ્યાં ફરજ બજાવી હતી તે કાર્યાલયોની મુલાકાત, જૂના સહકર્મીઓ સાથેની મુલાકાત જેવો વીડિયો પોસ્ટ કર્યો.

વિકાસ સહાયની ઉપલબ્ધિ શું?

વિકાસ સહાય DGP બન્યા તે પૂર્વે સરકારની નજીક નહોતા પરંતુ DGP બન્યા પછી વિકાસ સહાયે સરકાર અને ગૃહ વિભાગની ઈચ્છા મુજબના એ તમામ ઓપરેશન પાર પાડયા કે જેના લીધે સરકારના દિગ્ગજો ઉપર સુધી વાહવાહી મેળવી શકે. જેમાં કુખ્યાત ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી, ગુનેગારોની મિલકતો પર બુલડોઝર એક્શન, બાંગલાદેશીઓને રાજ્યમાંથી હાંકી કાઢવા માટે રાજ્યવ્યાપી કાર્યવાહી અને અમદાવાદમાં સૌથી મોટા માથાના દુખાવા સમાન ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વસાહતો અને બાંગલાદેશીઓની વસાહતો પર સામૂહિક બુલડોઝર ફેરવી રાષ્ટ્રવ્યાપી પ્રસિધ્ધિ અને શાબાશી મેળવી હતી.

“તેરા તુઝ કો અર્પણ” અને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી

વિકાસ સહાય રાજ્ય પોલીસ વડા બન્યા ત્યાર પછી બે મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપ્યું હતું એક તો વ્યાજખોરો ની વધતી દાદાગીરી અંકુશમાં લેવા માટે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ કરી અનેક કુખ્યાત વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલ્યા અને બીજો મુદ્દો “તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ” ચોરી લૂંટ કે પછી એવીજ કોઈ ઘટનાઓમાં કબજે લેવાયેલ મુદ્દામાલ ફરિયાદીને પરત મેળવવામાં વર્ષો વીતી જતા હતા અથવા કેટલાક કિસ્સાઓમાં તો કોઈ મુદ્દામાલ મળતોજ નહોતો ત્યારે ડીજીપીએ કાનૂની પ્રક્રિયા અનુસરીને રોકડ રકમ,સોના ચાંદીના દાગીના, મોબાઈલ કે વાહનો જેવી કીમતી વસ્તુઓ ફરિયાદી કે મૂળ માલિકને શક્ય હોય એટલી વહેલી તકે પરત મળી રહે તે માટે “તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ”ની શરૂઆત કરી અને રાજ્ય ભરના સ્થાનિક પોલીસ વડાઓને આ બાબતે ઝડપ થી કાર્યવાહી માટે આદેશો પણ આપ્યા હતા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now