ચેન્નાઈ: તામિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે. બહુમતી માટે જરૂરી 118ના આંકડા સુધી પહોંચવા માટે કોંગ્રેસે બિનશરતી ટેકો જાહેર કરતા હવે વિજયના મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. દક્ષિણ ભારતના રાજકારણમાં એક નવો સૂર્યોદય થયો છે. છેલ્લા પાંચ દાયકાથી તામિલનાડુ પર શાસન કરનાર દ્રવિડિયન પક્ષો DMK અને AIADMK ના કિલ્લાઓને ધ્વસ્ત કરીને અભિનેતા વિજયની પાર્ટી TVK એ ઐતિહાસિક સફળતા મેળવી છે. 234 બેઠકોવાળી વિધાનસભામાં TVK એ 108 બેઠકો જીતી છે. જોકે, બહુમતી માટે 10 બેઠકો ખૂટી રહી હતી, ત્યારે કોંગ્રેસના 5 ધારાસભ્યો અને અન્ય સાથી પક્ષોના સમર્થન સાથે હવે વિજય સરકાર બનાવવા જઈ રહ્યા છે.
કોંગ્રેસે આપ્યો 'હાથ'નો સાથ, DMK સાથે છેડો ફાડ્યો
ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીએ મોડી રાત્રે બેઠક યોજીને TVK ને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તામિલનાડુમાં બિનસાંપ્રદાયિક સરકાર ઈચ્છે છે અને ભાજપના પ્રભાવને રોકવા માટે આ નિર્ણય લીધો છે. કોંગ્રેસના આ પગલાથી વર્ષો જૂના DMK-કોંગ્રેસ ગઠબંધનનો અંત આવ્યો છે, જેના કારણે DMK ને મોટો ઝટકો લાગ્યો છે.
TN07 CM 2026: થાલાપતિ વિજયે આ નંબર સાથે બે વર્ષ પહેલાં જ કરી દીધી હતી CM બનવાની ભવિષ્યવાણી!
વિજયે રાજ્યપાલ પાસે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો
ટીવીકે ચીફ વિજયે આજે સાંજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, વિજય 7 મે ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમ ખાતે ભવ્ય શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.
મમતા બેનર્જીના રાજીનામાં નહીં આપવાના સ્ટંટની લાઈફ લાઈન ક્યાં સુધી?: શું માત્ર 24 કલાક જ ચાલશે સ્ટંટ!
AIADMK અને અન્ય પક્ષોની ભૂમિકા
ચૂંટણીમાં AIADMK ને 47 બેઠકો મળી છે, જ્યારે શાસક પક્ષ DMK માત્ર 59 બેઠકો પર સમેટાઈ ગયો છે. ખુદ એમ.કે. સ્ટાલિન પણ પોતાની બેઠક ગુમાવી બેઠા છે. બીજી તરફ, TVK ને અન્ય નાના પક્ષો જેવા કે CPI, CPM અને VCK તરફથી પણ સમર્થન મળે તેવી પ્રબળ શક્યતા છે. જો આ તમામ પક્ષો સાથે આવે તો વિજય પાસે સ્પષ્ટ બહુમતી કરતા પણ વધુ આંકડો થઈ જશે.
તમિલનાડુમાં કોંગ્રેસનો મોટો દાવ: એક્ટર વિજયની પાર્ટી TVKને આપ્યું સમર્થન, 7 મેના રોજ મુખ્યમંત્રી તરીકે લેશે શપથ
યુવા મતદારો અને 'એક્ટર ફેક્ટર' નો જાદુ
આ જીત પાછળ વિજયની લોકપ્રિયતા અને ખાસ કરીને યુવા મતદારોનો મોટો ફાળો રહ્યો છે. 1960 ના દાયકા પછી પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ ત્રીજા પક્ષે રાજ્યમાં આટલી મોટી સફળતા મેળવી હોય. વિજયે આ જીતને 'લોકશાહીનો ચમત્કાર' ગણાવ્યો છે અને જનતાનો આભાર માન્યો છે.




