Home Gujarat Vijay Rupani Vijay Rupani Death Ahmedabad Dead Body Passanger Plane Meghaninagar Plane Crash

અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ CM રૂપાણીનું નિધન! : પ્લેનમાં સવાર તમામ મુસાફરો પૈકી એક જ બચ્યો, ઘટના સ્થળ પર પહોંચી અમિત શાહે લીધો પરિસ્થિતિનો તાગ

અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ CM રૂપાણીનું નિધન!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 03:39 PM IST

Former Chief Minister of Gujarat Vijay Rupani Pass Away in Ahmedabad Plane Crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લંડન જઈ રહેલી આ જ ફ્લાઈટમાં સવાર હોવાની માહિતી મળી છે. વિજય રૂપાણીનો સીટ નંબર 2D હતો. એયર ઈન્ડિયાના પેસેન્જર લીસ્ટમાં પણ તેમનું નામ સામે આવ્યું છે. 

તેમના લંડન સ્થિત સ્નેહીજને જણાવ્યું કે, તેઓ પોતાની પુત્રીને મળવા લંડન આવવાના હતા. ઉલ્લેખનીય છેકે, વિજય રૂપાણીને એક દીકરો અને એક દીકરી છે. તેઓ વાર તહેવારે અને વેકેશન દરમિયાન લંડનમાં પોતાની દિકરીને મળવા જતા હોય છે. આ વખતે પણ વિજય રૂપાણી પોતાની પુત્રીને મળવા લંડન જવા અમદાવાદથી એયર ઈન્ડિયાના પ્લેનમાં સવાર થયા હતાં. પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વિજય રૂપાણીનો ફોન બંધ આવતા પરિવારજનો પણ ચિંતિત હતા.

મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પ્લેનમાં સવાર કુલ 242 યાત્રીઓ પૈકી માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો છે. આટલી દુર્ઘટનાને પગલે આખી રાજ્યસરકાર હાલ કામે લાગી છે. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ પહોંચી ગયા છે. અમિત શાહે ઘટના સ્થળે પહોંચીને કેવી રીતે સમગ્ર બનાવ બન્યો તેની માહિતી મેળવી. સાથે જ દુર્ઘટના બાદની સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પ્રધાનમંત્રી મોદી પણ સતત સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now