Home Gujarat Vighyan Jaatha Exposed Bhuva Bharada In Amreli Savarkundla Gujarat Offbeatstories

ભુવા-ભરાડાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા : સાવરકુંડલાનાં મોલડી ગામે મામાદેવ-માતાજીનો મઢ બનાવી ચલાવાતો હતો ગોરખધંધો

ભુવા-ભરાડાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Apr 11, 2025, 09:38 AM IST

અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનાં મોલડીગામમાં એક ભુઈમાં પોતાનાં ઘરે મામાદેવ અને માતાજીનો મઢ બનાવી અંધશ્રધ્ધાનો ગોરખધંધો ચલાવી રહ્યાં હતા. જે બાબતની જાણ વિજ્ઞાન જાથાને થતાં પોલીસ સાથે મોલડી ગામે પહોંચ્યાં હતા. દરમ્યાન ભુઈમાંએ હવેથી આવા પ્રકારનું કામ નહીં કરે તેવી બાહેધરી આપતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે છેલ્લા ચાર વર્ષથી ઘરમાં મામાદેવ-માતાજીનો મઢ બનાવી ગોરખધંધા કરતી મહિલા ભુવા ક્રિશ્નાબેન નયનભાઈ પરમારનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશન સાથે રાખી પર્દાફાશ કર્યો છે. વાત એવી છે કે ક્રિશ્નાબેનનાં સપનામાં મોગલ માતાજી વૃક્ષનું થડ ફાટીને સ્વંમ પ્રગટ થયા હોવાનું આવ્યું હતું. ત્યારબાદ તેમણે ત્યાં મંદિરનું નિર્માણ કરી અને ધર્મનાં નામે ગોરખધંધો શરૂ કરી દીધો હતો. જ્યારે લોકો સંતાન પ્રાપ્તિ, દુઃખ-દર્દ, જોવાનું, બાધા-ટેક આપવાનું, નડતર દૂર કરવાની વિધિ-વિધાન શરૂ કર્યું હતું. જેથી આસાપાસનાં લોકો જોવડાવવા અને દર્શને આવતાં થયાં હતા. જેનાં કારણે અંદરોઅંદર શંકા-કુશંકા ઉભી કરી ઘરને છિન્ન-ભિન્ન કરવું વિગેરે પ્રવૃતિ શરૂ કરી હતી.

આમ, વિજ્ઞાન જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજયનાં મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર મોકલી ટીમને જરૂરી પોલીસ બંદોબસ્તની માંગણી કરી અને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સવારકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી. એલ. ચૌધરીને જરૂરી સુચના મોકલી હતી. જેનાં આધારે બનાવ સ્થળ પર પહોંચી અને તેમનું કાઉન્સેલીંગ કરતાં તેમણે હવેથી આવો વ્યવસાઈ નહીં કરૂ તેવી બાહેધરી આપી હતી. અને સમગ્ર પ્રકરણમાં તેનો પતિ નિર્દોષ હોવાનું સામે આવ્યું હતું. જેથી હાલ પોલીસે તેમની મૌખીક તથા લેખીત કબૂલાત લઈને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. લઈ અને હવેથી ધંધો નહીં કરવાની કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now