સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં એક દર્દીનું મોત થયા બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીના સગા દ્વારા ડોક્ટરને હાજર કરવા માંગ કરવામાં આવતા પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દર્દીના સગાને પોલીસે થપ્પડ અને લાતોથી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. પિતાનું મોત થતા પુત્રએ ડોક્ટર ક્યાં છે તેવું કહેતા પત્રૂ પર પોલીસે થપ્પડોનો વરસાદ કર્યો હતો.
તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
સમગ્ર ઘટનાનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થતા ચકચારી મચી ગઈ હતી. આ ઘટના સુરેન્દ્રનગરના DIG ડો. ગીરીશ પંડયા સુધી પહોંચ્ચી હતી. DIGએ ઘટનાને ગંભીરતાથી લઈ PI અને ASI પર તપાસના આદેશ આપ્યા છે. આ વાયરલ વીડિયો અને મૃતકના સગાને લાફા લાતો ઢીકા મારવા અંગે ખાસ તપાસ ધ્રાંગધ્રા DYSP એચ.ડી. પુરોહિતને સોંપવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ રીપોર્ટ DIGને આપવામાં આવશે. ત્યારબાદ કસૂરવાર પર પગલા લેવામાં આવશે.
પાલિકાની ચૂંટણી પહેલા કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી: સુરતના કાપોદ્રા મેઈન રોડ પર ભરઉનાળે મસમોટો ભુવો પડ્યો






