Home Gujarat Video Of Fight Between Dabhoi Taluka Panchayat President And Contractor Goes Viral

ડભોઈમાં 'નેતાજી'એ કરી છૂટાહાથે મારામારી : તા.પં.ના પ્રમુખ અને કોન્ટ્રાક્ટર વચ્ચે બબાલનો વાયરલ થયો VIDEO

ડભોઈમાં 'નેતાજી'એ કરી છૂટાહાથે મારામારી
Published by: OBS Bureau
Last Updated: Jul 22, 2025, 06:55 AM IST

વડોદરાના ડભોઈમાં એક નેતાએ શરમ નેવે મૂકી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કોન્ટ્રાક્ટર સાથે જાહેરમાં છૂટાહાથે મારામારી કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે. તાલુકા પંચાયતના પટાંગણમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવી અને કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ વચ્ચે કોઈ કારણોસર બબાલ થઈ હતી. પહેલા બોલાચાલી પછી તો એકબીજા પર મુક્કાબાજી કરી હતી.


પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ

જે સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ, વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિત ચારથી પાંચ હુમલાખોર વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જો કે, આ ક્યા મુદ્દે બબાલ થઈ હતી, જેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ કોન્ટ્રાક્ટર અંજેશ પટેલે રાજન તડવી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

કોન્ટ્રાક્ટર અંજેશ પટેલે શું કહ્યું?

કોન્ટ્રાક્ટર અંજેશ પટેલે કહ્યું કે, ''કરનાળી દર્શન કરીને તાલુકા પંચાયત કચેરીમાં આવ્યો હતો અને કાર પાર્ક કરી મિત્રો સાથે વાતચીત કરતો હતો. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવી તેના ચાર- પાંચ માણસો સાથે ધસી આવ્યો હતો અને સીધો હુમલો કર્યો હતો. જેમાં મને નાક ઉપર ઇજા પહોંચી છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now