Home International Vice President Jagdeep Dhankhars Resignation Timeline

ઘડિયાળના કાંટા સાથે જોડાયેલી છે ઉપરાષ્ટ્રપતિના રાજીનામાંની કહાની : રાજનીતિના સવાલો અને અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવશે આ ટાઈમલાઈન

ઘડિયાળના કાંટા સાથે જોડાયેલી છે ઉપરાષ્ટ્રપતિના રાજીનામાંની કહાની
Published by: OBS Bureau
Last Updated: Jul 22, 2025, 12:39 PM IST

Jagdeep Dhankhar Resign: ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તેમના પદેથી અચાનક રાજીનામું આપીને સમગ્ર દેશને ચોંકાવી દીધું છે. તેઓએ તેમના રાજીનામાનું કારણ "સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ" હોવાનું જણાવ્યું છે. જોકે, રાજીનામા પૂર્વે અને બાદના ઘટનાઓના સમયક્રમ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે ખરેખર જે બહારથી દેખાય છે એજ બાબત છે કે પછી પડદા પાછળ કંઈક બીજું પણ છે.

ઉપરાષ્ટ્રપતિના રાજીનામા સાથે જોડાયેલી 21 જુલાઈ 2025ની મહત્ત્વની ટાઈમલાઈનઃ

11:00 AM (21 જુલાઈ) – રાજ્યસભાની કાર્યવાહી શરૂ

જગદીપ ધનખડ સામાન્ય દિવસની જેમ રાજ્યસભામાં પ્રવેશ્યા. તેમણે વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેને જન્મદિવસની શુભેચ્છા આપી અને પેહલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવી.

12:30 PM – પાંચ નવા સાંસદોને શપથ

ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભામાં પાંચ નવા નામાંકિત સભ્યોને શપથ લેવડાવ્યા, જેમાં હર્ષવર્ધન શ્રિંગલા, મીનાક્ષી જૈન વગેરેનો સમાવેશ થાય છે.

4:07 PM – મહાભિયોગના સંકેત

ધનખડએ રાજ્યસભામાં જાહેરાત કરી કે તેમને 63 વિપક્ષી સાંસદો તરફથી મહાભિયોગ પ્રસ્તાવ માટે નોટિસ મળી છે. તેમણે નોટિસ સંબંધિત નિયમો અંગે વિગતવાર માહિતી આપી.

4:30 PM – મહત્ત્વની બેઠકમાં ગેરહાજરી

કાર્ય સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવી. જોકે, ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડા અને કિરણ રિજિજૂ હાજર રહ્યા ન હતા.

5:00 PM – કોંગ્રેસ નેતાઓની મુલાકાત

કૉંગ્રેસના સાંસદ જયરામ રમેશે પોતાના સાથીઓ સાથે ધનખડને મુલાકાત લીધી. સાંજે 7:30 વાગ્યે તેમણે ધનખડ સાથે ફોન પર પણ વાત કરી હતી.

9:05 PM – રાજીનામાની જાહેરાત

જગદીપ ધનખડએ એમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. આ સમાચાર તેમના ઓફિસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી જાહેર કરવામાં આવ્યા.

રાજીનામા બાદનો ઘટનાક્રમઃ

10:30 AM (22 જુલાઈ) – પરિવાર તરફથી પુષ્ટિ

ધનખડના પરિવાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી કે તેઓ સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપી રહ્યાં છે અને તેઓ આજે રાજ્યસભામાં હાજર નહીં રહે.

10:15 AM – મંત્રીઓની તાત્કાલિક બેઠક

વર્ષના સૌથી ભારે રાજકીય ઘટનાક્રમ પર ચર્ચા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની અગત્યની બેઠક યોજાઈ.

12:07 PM – રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું રાજીનામું

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું સત્તાવાર રીતે સ્વીકાર્યું.

12:19 PM – પીએમ મોદીની પ્રતિક્રિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે જગદીપ ધનખડએ ભારતના ઉપ-રાષ્ટ્રપતિ સહિત વિવિધ જવાબદાર પદો પર રહીને દેશની સેવા કરી છે.

શું ખરેખર સ્વાસ્થ્ય કારણો જ જવાબદાર છે?

આંતરિક સૂત્રો જણાવે છે કે ધનખડના રાજીનામાની પાછળ માત્ર સ્વાસ્થ્ય નહીં પણ રાજકીય દબાણ, મહાભિયોગની સૂચનાઓ અને કાર્યપદ્ધતિમાં મતભેદ પણ કારણ બની શકે છે. તેમ છતાં, સત્તાવાર રીતે કોઈ વિસ્તૃત નિવેદન આપવામાં આવ્યું નથી.

2027માં નિવૃત્ત થવાની ઈજા હતી અને વહેલાં આપ્યું રાજીનામું!

દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે 21 જુલાઈની રાત્રે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા અનેક તર્કવિતર્કો ઉભા થયા છે. 74 વર્ષીય ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો. તેમણે 10 જુલાઈના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 'જો ભગવાન આશીર્વાદ આપશે તો હું ઓગસ્ટ 2027માં નિવૃત્ત થઈશ.' ઉલ્લેખનીય છેકે, ધનખડજીએ 2014 પછી હંમેશા ભારતની પ્રશંસા કરી, પરંતુ તે જ સમયે તેમણે ખેડૂતોના હિત માટે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો. તેઓ નિયમો, પ્રક્રિયાઓ અને શિષ્ટાચારના ચુસ્ત પાલન કરતા હતા. પરંતુ તેમને લાગતું હતું કે તેમની ભૂમિકામાં આ બાબતોની સતત અવગણના કરવામાં આવી રહી છે.

72ના ઈતિહાસમાં પહેલાં ઉપરાષ્ટ્રપતિ જેમની સામે લવાયો હતો મહાભિયોગ:

દેશમાં સંસદીય લોકશાહીના 72 વર્ષના ઇતિહાસમાં, ધનખડ પહેલા રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ હતા જેમની સામે ડિસેમ્બર 2024માં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેને બાદમાં ટેકનિકલ કારણોસર નકારી કાઢવામાં આવ્યો હતો.

વિપક્ષ ધનખડ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવી રહ્યું હતું. વિપક્ષે દાવો કર્યો હતો કે તેઓ ફક્ત વિપક્ષના અવાજ અને તેમના સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને દબાવી દે છે. જો આપણે ધનખડના પાછલા કાર્યકાળ પર નજર કરીએ તો, તેમણે ઘણા મહત્વપૂર્ણ પદો સંભાળ્યા હતા પરંતુ તેઓ તેમનો કાર્યકાળ પૂર્ણ થતો જોઈ શક્યા ન હતા. ધારાસભ્ય તરીકેના તેમના પાંચ વર્ષ એકમાત્ર અપવાદ છે.


ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામું માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી, પરંતુ સંસદની અંદર ચાલી રહેલા ઊંડા રાજકીય પ્રવાહોનું પ્રતિબિંબ છે. આવનારા દિવસોમાં આના પરિણામ સ્વરૂપે દેશના રાજકારણમાં નવી ગતિશીલતા જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video