Home International Vice President Jagdeep Dhankhars Resignation Accepted

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર : વિપક્ષે ઉઠાવ્યા સવાલો, 72ના ઈતિહાસમાં પહેલાં ઉપરાષ્ટ્રપતિ જેમની સામે લવાયો હતો મહાભિયોગ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર
Published by: OBS Bureau
Last Updated: Jul 22, 2025, 07:50 AM IST

Vice President Jagdeep Dhankhars Resignation Accepted: સોમવારે સાંજે સ્વાસ્થ્યનું કારણ આપીને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ પદેથી જગદીપ ધનખડે રાજીનામું આપ્યું હતું. અચાનક આપેલાં રાજીનામાંએ સૌ કોઈને ચોંકાવી દીધાં હતાં. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને સંબોધીને લખેલાં પત્રમાં જગદીપ ધનખડે લખ્યું છે કે, 'સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને તબીબી સલાહનું પાલન કરીને, હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.' લાંબા સમયથી હદય રોગની બીમારીથી પીડાતા હોવાનું ચર્ચામાં છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

ત્યારે આજે એટલેકે, મંગળવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજ્યસભાની કાર્યવાહીમાં હાજરી આપી નહોતી. જેડીયુના સાંસદ હરિવંશે સવારે 11 વાગ્યે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે જગદીપ ઉપરાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું પાછું ખેંચશે નહીં તેમજ તેઓ વિદાય સમારંભમાં પણ હાજરી આપશે નહીં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું મંજૂર કર્યું છે. તેમનું રાજીનામું આગળની કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યું છે. એવી પણ ચર્ચા છેકે, તેઓ વિદાય સમારોહમાં પણ હાજરી નહીં આપે.

2027માં નિવૃત્ત થવાની ઈજા હતી અને વહેલાં આપ્યું રાજીનામું!

દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે 21 જુલાઈની રાત્રે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા અનેક તર્કવિતર્કો ઉભા થયા છે. 74 વર્ષીય ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો. તેમણે 10 જુલાઈના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 'જો ભગવાન આશીર્વાદ આપશે તો હું ઓગસ્ટ 2027માં નિવૃત્ત થઈશ.'

ખુલ્લેઆમ ઉઠાવ્યો હતો ખેડૂતોના હિત માટે અવાજઃ
ધનખડજીએ 2014 પછી હંમેશા ભારતની પ્રશંસા કરી, પરંતુ તે જ સમયે તેમણે ખેડૂતોના હિત માટે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો. તેઓ નિયમો, પ્રક્રિયાઓ અને શિષ્ટાચારના ચુસ્ત પાલન કરતા હતા. પરંતુ તેમને લાગતું હતું કે તેમની ભૂમિકામાં આ બાબતોની સતત અવગણના કરવામાં આવી રહી છે.

72ના ઈતિહાસમાં પહેલાં ઉપરાષ્ટ્રપતિ જેમની સામે લવાયો હતો મહાભિયોગ:

દેશમાં સંસદીય લોકશાહીના 72 વર્ષના ઇતિહાસમાં, ધનખડ પહેલા રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ હતા જેમની સામે ડિસેમ્બર 2024માં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેને બાદમાં ટેકનિકલ કારણોસર નકારી કાઢવામાં આવ્યો હતો.


ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પર વિપક્ષે ઉઠાવ્યા સવાલઃ

ત્યારે ધનખડના રાજીનામા પર હવે વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પોસ્ટમાં કહ્યું, આ અણધાર્યા રાજીનામામાં દેખીતી વાત કરતાં ઘણું બધું છે. ઉપરાષ્ટ્રપતિના રાજીનામાનું કારણ કંઈક બીજું છે. પીએમ મોદીએ ધનખડને પોતાનો વિચાર બદલવા માટે મનાવવા જોઈએ. આ રાષ્ટ્રીય હિતમાં રહેશે. ખાસ કરીને ખેડૂત સમુદાયને ઘણી રાહત મળશે.

ધનખડ઼ એક રાષ્ટ્રવાદી અને દેશભક્તઃ

રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ધનખરને દેશભક્ત ગણાવ્યા. તેમણે કહ્યું- હું વ્યક્તિગત રીતે તેમના રાજીનામાથી ખુશ નથી, કારણ કે હવે જ્યારે હું સંસદમાં જઈશ, ત્યારે હું તેમને મળી શકીશ નહીં. પરંતુ ધનખડે પોતાના રાજીનામા પાછળ સ્વાસ્થ્ય કારણો આપ્યા છે, તેથી તેને સ્વીકારીને આગળ વધારવું જોઈએ. આ અંગે વધુ ચર્ચા થવી જોઈએ નહીં.

રાજીનામાના સમાચાર ચિંતાજનકઃ

શિવસેના (UBT)ના નેતા આનંદ દુબેએ કહ્યું, સ્વાસ્થ્યના કારણસર ઉપરાષ્ટ્રપતિના રાજીનામાના સમાચાર ચિંતાજનક છે. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. ચોમાસુ સત્રનો પહેલો દિવસ હતો અને એ જ દિવસે તેમનું રાજીનામું આશ્ચર્યજનક છે. આ સરકારમાં શું ચાલી રહ્યું છે? જો સ્વાસ્થ્ય ચિંતાનો વિષય હોત તો રાજીનામું સત્રના થોડા દિવસ પહેલાં અથવા પછી આપી શકાયું હોત.

વિપક્ષ ધનખડ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવી રહ્યું હતું. વિપક્ષે દાવો કર્યો હતો કે તેઓ ફક્ત વિપક્ષના અવાજ અને તેમના સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને દબાવી દે છે. જો આપણે ધનખડના પાછલા કાર્યકાળ પર નજર કરીએ તો, તેમણે ઘણા મહત્વપૂર્ણ પદો સંભાળ્યા હતા પરંતુ તેઓ તેમનો કાર્યકાળ પૂર્ણ થતો જોઈ શક્યા ન હતા. ધારાસભ્ય તરીકેના તેમના પાંચ વર્ષ એકમાત્ર અપવાદ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video