Home International Vice President Jagdeep Dhankhar Health Deteriorated In Nainital

જગદીપ ધનખરની તબિયત અચાનક બગડી : નૈનીતાલમાં યુનિવર્સિટીના કાર્યક્રમમાં અચાનક નીચે પડી ગયા

જગદીપ ધનખરની તબિયત અચાનક બગડી
Published by: OBS Bureau
Last Updated: Jun 25, 2025, 12:45 PM IST

કુમાઉ યુનિવર્સિટીનો કાર્યક્રમ પૂરો થયા બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત અચાનક બગડી ગઈ હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર બુધવારે ઉત્તરાખંડના ત્રણ દિવસના પ્રવાસે હલ્દવાની પહોંચ્યા હતા. હલ્દવાની આર્મી હેલિપેડ પર રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જગદીપ ધનખરની તબિયત અચાનક બગડી
નૈનીતાલમાં કુમાઉ યુનિવર્સિટીના સુવર્ણ જયંતિ ઉજવણી કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર મુખ્ય મહેમાન હતા. પોતાના 45 મિનિટના સંબોધનમાં તેમણે વારંવાર ડૉ. મહેન્દ્ર સિંહ પાલના નામનો ઉલ્લેખ કર્યો હતો. 1989માં તેમની સાથે સાંસદ હતા, અને કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ પૂરો થતા સમયે ડૉ. પાલને ગળે લગાવતા સમયે ધનખરની તબિયત બગડતા નીચે પડી ગયા હતા. ત્યા સ્થળ પર હાજર ડૉક્ટરોની ટીમે તેમને પ્રાથમિક સારવાર આપી. ત્યારબાદ તેઓ રાજ્યપાલ ગુરમીત સિંહ સાથે રાજભવન ગયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?