Home International Today History 4 July Important Events Independence Day

આજે 4 જુલાઈ : અમેરિકાનો સ્વતંત્રા દિવસ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

Today in History, 4 July, US Independence Day
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2026, 02:30 AM IST

દર વર્ષે 4 જુલાઈનો દિવસ વિશ્વ ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ માટે યાદ કરવામાં આવે છે. ખાસ કરીને આ દિવસ અમેરિકાના સ્વતંત્રતા દિવસ (US Independence Day) તરીકે વિશ્વભરમાં ઓળખાય છે. 4 જુલાઈ, 1776ના રોજ અમેરિકાની 13 વસાહતોએ બ્રિટિશ શાસનથી સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત આજના જ દિવસે અવકાશ સંશોધન, રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ પણ બની હતી. આવો જાણીએ 4 જુલાઈના ઇતિહાસમાં નોંધાયેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રસંગો.

4 જુલાઈની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

1914 – બર્ડુનનું યુદ્ધ સમાપ્ત થયું.

1996 – રશિયાના રાષ્ટ્રપતિ બોરિસ યેલત્સિન બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

1997 – અમેરિકાનું અવકાશ યાન Sojourner સફળતાપૂર્વક મંગળ ગ્રહ પર પહોંચ્યું અને અવકાશ સંશોધનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ.

1998 – જાપાને મંગળ ગ્રહ અંગે અભ્યાસ માટે પોતાનું પ્રથમ આંતરગ્રહીય મિશન Planet-B લોન્ચ કર્યું. એ જ વર્ષે બ્રિટનની પાવરબોટ The Only and Wireless Adventureએ સૌથી ઝડપી વિશ્વ પ્રવાસનો રેકોર્ડ નોંધાવ્યો.

2001 – ભારતે પાકિસ્તાનના નાગરિક કેદીઓની મુક્તિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો.

2003 – પાકિસ્તાનમાં શિયા મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં 44 લોકોના મોત થયા.

2005 – ઓસ્ટ્રેલિયામાં ડોલ્ફિનની નવી પ્રજાતિ Snubfin Dolphinની શોધ થઈ.

2006 – ગાંધી શાંતિ પુરસ્કાર વિજેતા અને ભારતમાં જર્મનીના પૂર્વ રાજદૂત ગેરહાર્ડ ફિશરનું અવસાન થયું.

2008 – લગભગ આઠ વર્ષ બાદ ચીન અને તાઇવાન વચ્ચે નિયમિત સીધી હવાઈ સેવા ફરી શરૂ થઈ.

અમેરિકાનો સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે?

4 જુલાઈ, 1776ના રોજ અમેરિકાની 13 વસાહતોએ Declaration of Independence જાહેર કરીને બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે 4 જુલાઈ અમેરિકા માટે રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને US Federal Holiday તરીકે માન્યતા આપવામાં આવી છે.

બ્રિટિશ શાસન સામે 1775માં શરૂ થયેલા સંઘર્ષ બાદ અમેરિકાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આજે અમેરિકા વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા અને મહાસત્તા તરીકે ઓળખાય છે.

4 જુલાઈએ જન્મેલા પ્રખ્યાત વ્યક્તિઓ

  • ચિરાગ શેટ્ટી (1957) – ભારતીય બેડમિન્ટન ખેલાડી.

  • લક્ષ્મીકાંત પારસેકર (1956) – ગોવાના પૂર્વ મુખ્યમંત્રી.

  • દેવેન્દ્ર કુમાર જોશી (1954) – આંદામાન અને નિકોબારના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર.

  • સુશીલ કુમાર (1945) – હિન્દી ફિલ્મ અભિનેતા.

  • વિમલેશ કાંતિ વર્મા (1943) – ભાષાશાસ્ત્રી અને સંશોધક.

  • કે. રોસૈયા (1933) – ભારતીય રાજકારણી.

  • નસીમ બાનો (1916) – હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી.

  • દક્ષિણાયની વેલાયુધન (1912) – ભારતીય બંધારણ સભાની સભ્ય.

  • ગુલઝારીલાલ નંદા (1898) – ભારતના પૂર્વ કાર્યકારી વડાપ્રધાન.

4 જુલાઈની પુણ્યતિથિઓ

  • અમ્મુ સ્વામીનાથન (1978) – ભારતીય સ્વતંત્રતા સેનાની અને બંધારણ સભાની સભ્ય.

  • ભરત વ્યાસ (1982) – જાણીતા હિન્દી ફિલ્મ ગીતકાર.

  • પિંગલી વેંકૈયા (1963) – ભારતના રાષ્ટ્રીય ધ્વજના ડિઝાઇનર.

  • સ્વામી વિવેકાનંદ (1902) – મહાન તત્ત્વચિંતક અને આધ્યાત્મિક ગુરુ.

  • ધનસિંહ ગુર્જર (1857) – ભારતના સ્વતંત્રતા સેનાની.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now