Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના વાંદરવડ કોઝવે પર ભારે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહમાં ફસાયેલી એસટી બસને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વેરાવળ એસટી ડેપોના ડ્રાઇવર વિરમલ સિસોદિયાનું સન્માન કરવામાં આવ્યું છે. તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સાહસિક કામગીરીને બિરદાવતાં ડેપો મેનેજર સહિત એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
વિરમલ સિસોદિયા ઘટનાના દિવસે રજા પર હતા. તેમ છતાં ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. કોઝવે પર પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેઓ JCBના બકેટમાં બેસીને એસટી બસ સુધી પહોંચ્યા અને બચાવ કામગીરીમાં સક્રિય રીતે જોડાયા હતા. તેમની કામગીરીના કારણે પાણીમાં ફસાયેલી બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મહત્વની મદદ મળી હતી.






