Home Business Vega Anlon Bonus Shares Ex Date April 2026

1 શેર પર 4 મફત! : આ અઠવાડિયે મલ્ટિબેગર પરફોર્મન્સ વાળી બે કંપની આપશે Bonus Share

બોનસ શેર
Published by: Chintan Chavda
Last Updated: Apr 20, 2026, 02:55 AM IST

ભારતીય શેરબજારમાં આ અઠવાડિયે બે સ્મોલ-કૅપ કંપનીઓ – Vega Jewellers Ltd અને Anlon Healthcare Ltd – તેમના શેરોને એક્સ-બોનસ તરીકે ટ્રેડ કરવા જઈ રહી છે. બંને કંપનીઓએ 24 એપ્રિલ 2026ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે, જે રોકાણકારો માટે મહત્વપૂર્ણ ગણાય છે. રેકોર્ડ ડેટના દિવસે જે રોકાણકારોના ખાતામાં શેર હશે, તેઓને જ બોનસ શેરનો લાભ મળશે.

બોનસ શેર ઇશ્યૂ અને સ્ટોક સ્પ્લિટ સામાન્ય રીતે કંપનીના વિશ્વાસ, વૃદ્ધિ અને રોકાણકારોને આકર્ષવાની વ્યૂહરચનાનો ભાગ હોય છે. આ બંને કંપનીઓના નિર્ણયથી બજારમાં ખાસ કરીને સ્મોલ-કૅપ સેગમેન્ટમાં રસ વધવાની શક્યતા છે.

Vega Jewellers: 1 શેર પર 4 બોનસ, મલ્ટિબેગર પરફોર્મન્સ

Vega Jewellers Ltd એ જાહેર કર્યું છે કે કંપની 10 રૂપિયા ફેસ વેલ્યુ ધરાવતા દરેક 1 શેર પર 4 બોનસ શેર આપશે. આનો અર્થ એ થાય છે કે જો કોઈ રોકાણકાર પાસે રેકોર્ડ ડેટના દિવસે 100 શેર હશે, તો તેને વધારાના 400 શેર મળશે.

શેરના પ્રદર્શનની વાત કરીએ તો, આ સ્ટોક છેલ્લા એક વર્ષમાં આશરે 573 ટકાનો ઝંપલાવ દર્શાવી ચૂક્યો છે, જે તેને મલ્ટિબેગર શ્રેણીમાં સ્થાન આપે છે. પાંચ વર્ષના ગાળામાં તો આ સ્ટોકે આશરે 18,267 ટકાનો અભૂતપૂર્વ રિટર્ન આપ્યો છે. શુક્રવારે બજાર બંધ સમયે આ શેર BSE પર ₹312.25ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કંપનીએ છેલ્લે 2014 માં બોનસ શેર આપ્યા હતા. ત્યારબાદ લાંબા ગાળાના વિરામ બાદ ફરી બોનસ જાહેર કરવો કંપનીના મજબૂત નાણાકીય સ્થિતી અને ભવિષ્યની વૃદ્ધિ અંગે સંકેત આપે છે.

આ પણ વાંચો: આ દિગ્ગજ IT કંપની 35મી વખત આપવા જઈ રહી છે Dividend : દરેક શેર પર થશે 320% ફાયદો!

Anlon Healthcare: સ્ટોક સ્પ્લિટ સાથે બોનસનો ડબલ લાભ

Anlon Healthcare Ltd એ રોકાણકારોને ડબલ લાભ આપવાનો નિર્ણય લીધો છે. કંપની પહેલે સ્ટોક સ્પ્લિટ કરશે અને ત્યારબાદ બોનસ શેર ઇશ્યૂ કરશે. કંપનીએ 10 રૂપિયાના ફેસ વેલ્યુ ધરાવતા એક શેરને 5 ભાગમાં વહેંચવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે દરેક શેરની નવી ફેસ વેલ્યુ ₹2 થશે.

આ પછી કંપની દરેક ₹2ના એક શેર પર 1 બોનસ શેર આપશે. એટલે કે, જો કોઈ રોકાણકાર પાસે 1 શેર હશે, તો સ્પ્લિટ પછી તે 5 શેરમાં બદલાશે અને ત્યારબાદ તેને વધારાના 5 બોનસ શેર મળશે.

કંપનીના શેર શુક્રવારે બજાર બંધ સમયે 1.59 ટકાની વૃદ્ધિ સાથે ₹141 પર ટ્રેડ થઈ રહ્યા હતા. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કંપનીમાં પ્રમોટર્સ પાસે 52.68% હિસ્સો છે, જ્યારે 47.32% હિસ્સો પબ્લિક રોકાણકારો પાસે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now