Home Gujarat Vcci Vice President Himanshu Patel Becomes Chairman Of Vibrant Gujarat Summit Task Force

VCCI ઉપપ્રમુખ હિમાંશુ પટેલને સોંપાઈ વધુ એક જવાબદારી : વાઇબ્રન્ટ ગુજરાત સમીટ ટાસ્કફોર્સના ચેરમેન બનાવાયા

VCCI ઉપપ્રમુખ હિમાંશુ પટેલને સોંપાઈ વધુ એક જવાબદારી
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 12:53 PM IST

VCCI ના ઉપપ્રમુખ હિમાંશુ પટેલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 'વાઇબ્રન્ટ ગુજરાત સમીટ ટાસ્કફોર્સ'ના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વરિષ્ઠ ઉપપ્રમુખ અને જીસીસીઆઈના ઈલેક્ટેડ મેમ્બર હિમાંશુ પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.


નિમણૂકની જાહેરાત GCCIના પ્રમુખે કરી

જીસીસીઆઈ દ્વારા 'વાઇબ્રન્ટ ગુજરાત સમીટ ટાસ્કફોર્સ' (2025-26)ના ચેરમેન તરીકે હિમાંશુ પટેલની નિયુક્ત કરવામાં આવી છે. આ નિમણૂકની જાહેરાત GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયર દ્વારા કરાઈ હતી.


GCCIએ શું કહ્યું?

GCCIએ જણાવ્યું હતું કે, ''હિમાંશુ પટેલનો વિશાળ અનુભવ અને નેતૃત્વ કૌશલ્ય GCCI માટે એક મહાન સંપત્તિ સાબિત થશે. GCCI વેપાર અને વ્યવસાયિક સમુદાયના હિતોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે અને હિમાંશુ પટેલની સક્રિય ભાગીદારીની અપેક્ષા રાખે છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now