Home Gujarat Vavna Mla Swaroopji Thakors Place In The Cabinet

વાવના MLA સ્વરૂપજી ઠાકોરનું હવે નવું રાજકીય 'સ્વરૂપ' : મંત્રી મંડળમાં મળ્યું સ્થાન, અલ્પેશના સાથીદાર લીલી પેનથી સહી કરશે!

વાવના MLA સ્વરૂપજી ઠાકોરનું હવે નવું રાજકીય 'સ્વરૂપ'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 17, 2025, 10:08 AM IST

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 26 મંત્રીઓએ શપથ ગ્રહણ કરી રહ્યાં છે. આ નવા મંત્રીમંડળમાં જૂના નેતાઓ સાથે નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. સ્વરૂપજી ઠાકોરનું નામ પણ મંત્રી મંડળમાં સામેલ થયું છે.

કોણ છે સ્વરૂપજી ઠાકોર

2022માં ભાજપે વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી હતી. સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. 2019માં બનાસકાંઠા બેઠક પર અપક્ષ ચૂંટણી લડી હતી. સ્વરૂપજી ઠાકોર ભાજપના સક્રિય કાર્યકર છે. સ્વરૂપજીએ 2019માં અપક્ષ દાવેદારી કરી હતી. 2022માં ગેનીબેન ઠાકોર સામે હાર્યા હતા

ગેનીબેન ઠાકોર સામે અગાઉ હાર થઈ હતી

સ્વરૂપજી ઠાકોર 2022ની વિધાનસભા ચૂંટણીમાં લડ્યા હતા. ગેનીબેન ઠાકોર સામે 15,601 મતથી હાર થઈ હતી. 2019માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. 2012માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયા હતાં. 2012-2014 સુધી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાના પ્રમુખ તરીકે સેવા આપી તો 2014થી અત્યાર સુધી ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે

અલ્પેશ નહીં હવે સ્વરૂપજી લીલી પેનથી સહી કરશે

અત્રે જણાવીએ કે, અલ્પેશ ઠાકોરની જગ્યાએ સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. કારણ કે, ભાજપ રાજ્યમાં ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ જાળવી શકે. અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટાયેલા નેતા હોવા છતાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન તરીકે ગણાય છે, પરંતુ તેમની લીલી પેનની આશા ફળી શકી નહી અને સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક પરથી ચૂંટાયેલા નેતા છે, જે ઉત્તર ગુજરાતની મહત્ત્વની બનાસકાંઠા જિલ્લાની બેઠક છે અને હવે નવા જાહેર કરાયેલા વાવ-થરાદ જિલ્લાનો પણ ભાગ છે. આ રીતે, ભાજપ ઠાકોર સમાજનું સમર્થન અને રાજકીય સંતુલન જાળવી લીધું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now