વડોદરાના જેતલપુર રોડ પર રેસ્ટોરન્ટમાં માલિક સાથે ઝપાઝપી કરી તોડફોડ કરી હતી. આરોપીઓના જે હાથમાં આવ્યું એ લઈને ફેંકવા લાગ્યા હતા. આ સાથે જ ભારે તોડફોડ કરી હીત. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.આ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
CCTVના આધારે પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
જેતલપુર રોડ પર કરીમ રેસ્ટોરન્ટમના માલિક અકોટા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કે મારી રેસ્ટોરન્ટમાં સાફસફાઈનું કામ કરવાનું હતું. જેનો ભાવ 1.50 લાખ નક્કી કર્યો હતો. બાદમાં 1.10 લાખનું ચૂકવણી કરી દીધી હતી. 40 હજાર બાકી રાખ્યા હતા. જે કામ પૂરૂ થયા બાદ આપવાના હતા.

આ બાદ તેમણે રેસ્ટોરન્ટમાં આવી તેમણે તોડફોડ પણ કરી હતી. કામ બાકી રહેલું છે તે પુરૂ કરવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયા હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.






