Home Sports IPL 2026 Vaibhav Suryavanshi Mi 30 Crore Antilia Rumour Truth

₹30 કરોડ, એન્ટિલિયામાં ફ્લેટ અને માલદીવમાં આઈલેન્ડ! : વૈભવનાં વધામણાં કરવા મુંબઈ ઇન્ડિયન્સ વ્યાકુળ

Vaibhav Suryavanshi and Nita Ambani
Image Credit: AI Image
Published by: Aryan Shah
Last Updated: May 28, 2026, 09:04 AM IST

Vaibhav Suryavanshi : IPL 2026 ની સિઝન ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચથી ભરેલી રહી છે, પરંતુ મેદાનની બહાર પણ સોશિયલ મીડિયા પર ખેલાડીઓને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવનાર યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી ચર્ચાના કેન્દ્રમાં છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ ધમાકેદાર બેટ્સમેને પોતાની રમતથી દિગ્ગજોને પણ ચોંકાવી દીધા છે. જોકે, તેની આ સફળતાની વચ્ચે સોશિયલ મીડિયા પર તેને લઈને એક સનસનીખેજ દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને અંબાણી પરિવારનું નામ જોડાતા મામલો વધુ ગરમાયો છે.

શું છે વાયરલ પોસ્ટ અને અફવાનું સત્ય?

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને ફેન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ પોસ્ટમાં એવો સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ વૈભવ સૂર્યવંશીની પ્રતિભાથી પ્રભાવિત થઈને તેને પોતાની ટીમમાં લાવવા માટે ₹30 કરોડની મસમોટી ઓફર આપી છે. એટલું જ નહીં, અફવાઓ તો ત્યાં સુધી છે કે, વૈભવને આકર્ષવા માટે મુંબઈમાં આવેલા એશિયાના સૌથી મોંઘા ઘર 'એન્ટિલિયા' માં એક આલીશાન ફ્લેટ અને વેકેશન માણવા માટે માલદીવમાં એક પ્રાઇવેટ આઈલેન્ડ આપવાની લાલચ પણ આપવામાં આવી છે. આ ન્યૂઝ સામે આવ્યા બાદ ફેન્સ માની રહ્યા છે કે, મુંબઈ ઈન્ડિયન્સ ગમે તે ભોગે આ પ્લેયરને ખરીદવા માંગે છે.

લલિત મોદીએ સત્તાવાર રીતે ખોલી પોલ

જ્યારે આ અફવાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું, ત્યારે IPL ના પૂર્વ ચેરમેન અને ફાઉન્ડર લલિત મોદીએ પોતે આ મામલામાં એન્ટ્રી લેવી પડી હતી. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની કડક શબ્દોમાં નોંધ લીધી અને તેની પાછળનું સત્ય દુનિયા સામે રાખ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આ સમાચારને તદ્દન ખોટા, પાયાવિહોણા અને બકવાસ ગણાવ્યા છે. તેમણે ફેન્સને વિનંતી કરી છે કે, સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વ્યુઝ મેળવવા માટે ફેલાવવામાં આવતી આવી અફવાઓ પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઈએ.

IPL ની રૂલબુકના કડક નિયમો

આ અફવાનો પર્દાફાશ કરવાની સાથે લલિત મોદીએ ક્રિકેટ પ્રેમીઓને IPL ના નિયમોનું ભાન પણ કરાવ્યું છે. તેમણે જણાવ્યું કે, IPL ની સત્તાવાર રૂલબુકમાં આવી કોઈ 'સાઇડ ઑફર' કે સિક્રેટ ડીલ માટે કોઈ જ જોગવાઈ નથી. જો કોઈ ફ્રેન્ચાઈઝી આવું કરવાનો પ્રયાસ પણ કરે તો તેની સામે કડક કાનૂની અને શિસ્તભંગના પગલાં લેવામાં આવે છે. જો ભવિષ્યમાં વૈભવ સૂર્યવંશી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જોડાવા માંગતો હોય, તો પણ તે સીધો જઈ શકે નહીં. તે માટે બંને ટીમો વચ્ચે સત્તાવાર રીતે 'ટ્રેડિંગ વિન્ડો' દ્વારા જ વાતચીત થઈ શકે, જેમાં અંડર-ટેબલ કે આવી કોઈ બહારની ડીલ શક્ય જ નથી.

વર્ષમાં એક નહીં, બે વખત રમાશે IPL!: ક્રિકેટ રસિકો માટે BCCI તૈયાર કરી છે માસ્ટરપ્લાન

ઓક્શનની જટિલ પ્રક્રિયા

નિયમોની વધુ સ્પષ્ટતા કરતાં લલિત મોદીએ ઉમેર્યું કે, જો વર્તમાન સમયમાં રાજસ્થાન રોયલ્સની ટીમ વૈભવ સૂર્યવંશીને પોતાની ટીમમાંથી મુક્ત એટલે કે રિલીઝ કરવા તૈયાર થઈ જાય, તો પણ મુંબઈ ઈન્ડિયન્સ તેને સીધો પોતાની ટીમમાં સામેલ ન કરી શકે. નિયમ મુજબ રિલીઝ થયા બાદ વૈભવે ફરીથી આખી ઓફિશિયલ ઓક્શન (હરાજી) પ્રક્રિયામાંથી પસાર થવું પડે. આ ઓક્શનમાં જે પણ ટીમ સૌથી વધુ બોલી લગાવશે, વૈભવ તે ટીમમાં જશે. તેથી સોશિયલ મીડિયા પર એન્ટિલિયામાં ફ્લેટ અને કરોડોની ઓફરની જે વાતો થઈ રહી છે તે માત્ર કલ્પના સમાન છે.

વૈભવ સૂર્યવંશીએ મેદાન પર મચાવી તબાહી

તમને જણાવી દઈએ કે, વૈભવ સૂર્યવંશી આટલી ચર્ચામાં એટલા માટે આવ્યો છે કારણ કે, તેને IPL 2026 ની એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે અત્યાર સુધીની સૌથી વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. રાજસ્થાન રોયલ્સે આ યુવા ખેલાડીને માત્ર ₹1.10 કરોડની કિંમતમાં ખરીદ્યો હતો, પરંતુ તેને મેદાન પર કરોડો રૂપિયાનું પ્રદર્શન કરી બતાવ્યું. સૂર્યવંશીએ માત્ર 29 બોલનો સામનો કરીને 12 ગગનચુંબી છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 97 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 334.48 નો રહ્યો હતો, જે T20 ક્રિકેટમાં અદ્ભુત માનવામાં આવે છે.

વૈભવ સૂર્યવંશીની તોફાની 97 રનની ઇનિંગ: રાજસ્થાન ક્વોલિફાયર-2માં પહોંચ્યું

ક્રિસ ગેલનો રેકોર્ડ તૂટતા તૂટતા રહી ગયો

વૈભવની આ ઇનિંગ એટલી ઝડપી હતી કે, ક્રિકેટના ભગવાન ગણાતા દિગ્ગજો પણ આફરીન પોકારી ગયા હતા. IPL ના ઇતિહાસમાં સૌથી ઝડપી સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે, જેમને માત્ર 30 બોલમાં આ કારનામું કર્યું હતું. વૈભવ સૂર્યવંશી પાસે હૈદરાબાદ સામેની મેચમાં આ ઐતિહાસિક રેકોર્ડ તોડવાની સુવર્ણ તક હતી. જો તે વધુ એક સિક્સર ફટકારી દેત તો તે IPL ના ઇતિહાસમાં સૌથી ઝડપી સેન્ચુરી કરનારો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો હોત, પરંતુ કમનસીબે તે માત્ર 3 રન માટે આ રેકોર્ડ ચૂક્યો અને 97 રને આઉટ થઈ ગયો હતો. જોકે, તેની આ રમતે સાબિત કરી દીધું કે, તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now