Home Sports Vaibhav Suryavanshi Ipl 2026 Qualifier 2 Rajasthan Royals

એકલા હાથે ઠોકી નાખ્યા હતા અધધ રન..., વૈભવે કર્યો ખુલાસો : સૂર્યવંશીની એ ઇનિંગ વિશે સાંભળીને પીટરસન પણ ચોંકી ઉઠ્યો!

Vaibhav Suryavanshi
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: May 29, 2026, 11:55 AM IST

Vaibhav Suryavanshi : IPL 2026 હવે તેના રોમાંચક અંત તરફ આગળ વધી રહી છે, ત્યારે ક્વોલિફાયર 2 ની મહામેચમાં આજે ક્રિકેટ ફેન્સને એક હાઇ-વોલ્ટેજ મુકાબલો જોવા મળવાનો છે. આ નિર્ણાયક મેચમાં શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને રિયાન પરાગની કેપ્ટનશીપવાળી રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે આમને-સામને ટકરાશે. જોકે આ મેચ જીતવા પર બંને ટીમોનું જોર હશે, પરંતુ આખી દુનિયાના ક્રિકેટ પ્રેમીઓ અને દિગ્ગજોની નજર રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર ટકેલી રહેશે. વૈભવે આખી સિઝનમાં પોતાની વિસ્ફોટક અને નીડર બેટિંગથી સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી ભારે તબાહી મચાવી દીધી છે અને સોશિયલ મીડિયા પર પણ તે સતત ટ્રેન્ડ થઈ રહ્યો છે.

ક્વોલિફાયર 1 નો ધમાકો

રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ ક્વોલિફાયર 1 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના મજબૂત બોલિંગ આક્રમણ સામે માત્ર 29 બોલમાં 97 રનની અદભુત અને વિસ્ફોટક ઇનિંગ રમી હતી. પોતાની આ તોફાની ઇનિંગ દરમિયાન તેને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરીને યુનિવર્સ બોસ ગણાતા દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના વર્ષો જૂના સૌથી ઝડપી ઇનિંગ્સના રેકોર્ડને પણ આંચકો આપ્યો હતો. જોકે કમનસીબે તે પોતાની સદી માત્ર 3 રન માટે ચૂકી ગયો હતો, પણ આ નાની ઉંમરે આવી નીડરતા જોઈને ક્રિકેટ પંડિતો પણ દંગ રહી ગયા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, વૈભવના કરિયરની આ સૌથી ખતરનાક ઇનિંગ નથી, કારણ કે તે ભૂતકાળમાં ડોમેસ્ટિક લેવલે આનાથી પણ વધુ વિધ્વંસક પ્રદર્શન કરી ચૂક્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

RR vs GT મેચ પહેલાં જ ચર્ચામાં આવ્યો IPL નો ‘ટેક્નિકલ નિયમ’: ક્વોલિફાયર-2 માં વરસાદને કારણે આ ટીમની લાગશે ‘લોટરી’

પીટરસન સામે મોટો ખુલાસો

IPL 2026 ની લીગ સ્ટેજની મેચો સફળતાપૂર્વક પૂરી થયા પછી, વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટન અને જાણીતા કોમેન્ટેટર કેવિન પીટરસન સાથે એક ખાસ ઇન્ટરવ્યુમાં વાતચીત કરી હતી. આ રસપ્રદ મુલાકાત દરમિયાન જ્યારે પીટરસને વૈભવને તેની લાઇફની સૌથી મોટી અને યાદગાર ઇનિંગ વિશે સવાલ પૂછ્યો, ત્યારે આ યુવા ખેલાડીએ પોતાની કરિયરની સૌથી મોટી અને ખતરનાક ઇનિંગનું રહસ્ય ખોલ્યું હતું. વૈભવે ખૂબ જ સરળતાથી જણાવ્યું કે, તે ઇન્ટરનેશનલ કે IPL લેવલે પહોંચતા પહેલા જ ક્રિકેટના મેદાન પર એક વાર વનડે ફોર્મેટમાં અશક્ય લાગતી ત્રિપલ સદી પણ ફટકારી ચૂક્યો છે, જેને સાંભળીને ખુદ કેવિન પીટરસન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

IPL 2026 માં શું ગુજરાત ટાઇટન્સ જીતશે ખિતાબ?: હાર્દિક પંડ્યાનું ‘ચેમ્પિયન કનેક્શન’ થયું વાયરલ

વનડે મેચમાં 335 રન

વૈભવે પોતાની કરિયરની આ અકલ્પનીય ઇનિંગ વિશે વધુ વિગતો આપતા પીટરસનને કહ્યું કે, ભારતીય ઘરેલું ક્રિકેટની એક સ્ટેટ ડોમેસ્ટિક વનડે મેચમાં તેણે આ કારનામું કર્યું હતું. આ મેચમાં તે ઓપનિંગ કરવા ઉતર્યો હતો અને આખી 50 ઓવર સુધી આઉટ થયા વગર ક્રિઝ પર નોટઆઉટ રહીને બેટિંગ કરતો રહ્યો હતો. વનડે ફોર્મેટની આ પચાસ ઓવરની મેચમાં તેને એકલા હાથે વિરોધી ટીમની બોલિંગ લાઇનઅપના લીરેલીરા ઉડાવી દીધા હતા અને નોટઆઉટ 335 રન ફટકારી દીધા હતા. આજના સમયમાં જ્યાં ODI માં ટીમ 300 રન માંડ બનાવી શકે છે, ત્યાં માત્ર 15 વર્ષની ઉંમરે એકલા હાથે 335 રન બનાવવાનો રેકોર્ડ કોઈ અદભુત ચમત્કારથી ઓછું નથી.

વૈભવ સૂર્યવંશીને રોકવાનો ગુજરાત ટાઇટન્સે શોધ્યો તોડ!: બે વખત સફળ રહ્યો હતો આ દાવ, શું ત્રીજીવાર પણ સફળ થશે GT?

વૈભવના શાનદાર આંકડા

જો વૈભવ સૂર્યવંશીના એકંદર ડોમેસ્ટિક ક્રિકેટના આંકડા પર નજર કરીએ તો તે ખૂબ જ પ્રભાવશાળી રહ્યા છે. તેને અંડર 19 વર્લ્ડ કપમાં ભારત તરફથી રમતા 175 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની ક્ષમતા સાબિત કરી દીધી હતી. આ સિવાય ઓફિશિયલ લિસ્ટ એ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 190 રનનો નોંધાયેલો છે. વૈભવે ભારત તરફથી અત્યાર સુધીમાં 8 ફર્સ્ટ ક્લાસ મેચની 12 ઇનિંગ્સમાં કુલ 207 રન બનાવ્યા છે. લિસ્ટ એ ક્રિકેટની વાત કરીએ તો, તેને 8 મેચની 8 ઇનિંગ્સમાં કુલ 353 રન પોતાના નામે કર્યા છે, જેમાં એક શાનદાર સેન્ચુરી અને એક હલફ-સેન્ચુરીનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે વૈભવ લાંબી ઇનિંગ્સ રમવાનો પણ શોખીન છે.

“નવું સિક્સ મશીન આવી ગયું”: 'બેબી બોસ' ની વિસ્ફોટક બેટિંગથી પ્રભાવિત થયા 'યુનિવર્સ બોસ'

ગેલનો રેકોર્ડ તોડવાની તૈયારી

વૈભવ સૂર્યવંશીની ઉંમર ભલે નાની હોય પરંતુ તેના સપના ખૂબ જ મોટા છે અને તે આગામી સમયમાં T20 ક્રિકેટના તમામ મોટા રેકોર્ડ્સ પોતાના નામે કરવા માંગે છે. વૈભવ અત્યાર સુધીમાં તેના શોર્ટ કરિયરમાં કુલ 32 T20 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેના નામે શાનદાર એવરેજ અને સ્ટ્રાઇક રેટ સાથે 1284 રન નોંધાયેલા છે અને આ ફોર્મેટમાં તેનો હાઇએસ્ટ સ્કોર 144 રન છે. વૈભવે હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તેનું હવે પછીનું આગામી મોટું લક્ષ્ય T20 ક્રિકેટ ફોર્મેટમાં બેવડી (ડબલ) સેન્ચુરી ફટકારવાનું છે. તે T20 મેચમાં 200 રનનો આંકડો વટાવીને ક્રિસ ગેલના IPL ના 175 રનના ઐતિહાસિક અને સૌથી મોટા સ્કોરના વર્લ્ડ રેકોર્ડને હંમેશા માટે તોડવા માંગે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now