Home Sports IPL 2026 Vaibhav Suryavanshi Ipl 2026 Record Innings

“નવું સિક્સ મશીન આવી ગયું” : 'બેબી બોસ' ની વિસ્ફોટક બેટિંગથી પ્રભાવિત થયા 'યુનિવર્સ બોસ'

Vaibhav Suryavanshi
Published by: Aryan Shah
Last Updated: May 28, 2026, 09:58 AM IST

Vaibhav Suryavanshi : IPL 2026 માં એક એવો ચમત્કાર જોવા મળ્યો છે જેની કલ્પના કદાચ કોઈએ નહોતી કરી. રાજસ્થાન રોયલ્સના માત્ર 15 વર્ષના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં એવી ધમાકેદાર બેટિંગ કરી કે આખી ટૂર્નામેન્ટ હચમચી ગઈ છે. વૈભવની આ વિસ્ફોટક ઇનિંગ જોઈને ક્રિકેટ જગતના 'યુનિવર્સ બોસ' એટલે કે ક્રિસ ગેલ પણ તેના ફેન બની ગયા છે. ગેલ સોશિયલ મીડિયા પર આ યુવા ખેલાડીની પ્રશંસા કરતાં થાકતા નથી.

યુનિવર્સ બોસનો રેકોર્ડ તૂટ્યો

મુલ્લાનપુરમાં રમાયેલી આ હાઇ-વોલ્ટેજ મેચમાં 'બેબી બોસ' તરીકે જાણીતા થયેલા વૈભવે માત્ર 29 બોલમાં 97 રન ઝૂડી કાઢ્યા હતા. પોતાની આ ઇનિંગ દરમિયાન વૈભવે 12 ભવ્ય છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ વૈભવે IPL ની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો ક્રિસ ગેલનો 59 છગ્ગાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવ આ સિઝનમાં અત્યાર સુધીમાં 65 છગ્ગા ફટકારી ચૂક્યો છે. આ રેકોર્ડ બાદ ગેલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વૈભવનો ફોટો શેર કરીને તેને 'નવી સિક્સ મશીન' અને 'યુનિવર્સલ બેબી બોસ' ગણાવ્યો હતો.

₹30 કરોડ, એન્ટિલિયામાં ફ્લેટ અને માલદીવમાં આઈલેન્ડ!: વૈભવનાં વધામણાં કરવા મુંબઈ ઇન્ડિયન્સ વ્યાકુળ

કમિન્સની તમામ રણનીતિઓ નિષ્ફળ

મેચ શરૂ થાય તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે દાવો કર્યો હતો કે, તેમણે આ યુવા બેટ્સમેનને રોકવા માટે ખાસ પ્લાન બનાવ્યા છે. પરંતુ મેદાન પર વૈભવે કમિન્સના દરેક પ્લાનની ધજ્જિયા ઉડાવી દીધી હતી. તેણે કમિન્સના તીખા બાઉન્સર અને યોર્કર બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકારીને મેચનો આખો રુખ બદલી નાખ્યો હતો.

રૈનાના રેકોર્ડની બરાબરી અને નવો ઇતિહાસ

વૈભવે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. આ સાથે જ તેને IPL પ્લેઓફમાં સૌથી ઝડપી અડધી સેન્ચુરી ફટકારવાના સુરેશ રૈનાના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પાવરપ્લે પૂરો થયો ત્યાં સુધીમાં તો વૈભવ 20 બોલમાં 60 રન બનાવી ચૂક્યો હતો. એટલું જ નહીં, વૈભવ IPL ના ઇતિહાસમાં 200 થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે એક સિઝનમાં 600 રન બનાવનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બની ગયો છે.

‘આ શું બકવાસ સવાલ છે?’: ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર ભડક્યો ગ્લેન ફિલિપ્સ

સદી ચૂકી જવાનો અફસોસ

આ મેચમાં વૈભવ IPL ઇતિહાસની સૌથી ઝડપી સેન્ચુરી તરફ આગળ વધી રહ્યો હતો. તે 28 બોલમાં 97 રન પર રમી રહ્યો હતો અને તેને સેન્ચુરી માટે માત્ર એક મોટા શોટની જરૂર હતી. આખું સ્ટેડિયમ ઇતિહાસ બનતો જોવા ઉત્સાહિત હતું, પરંતુ પ્રફુલ હિંગેના એક શોર્ટ બોલ પર તે કેચ આઉટ થઈ ગયો હતો. આઉટ થયા બાદ વૈભવ પોતે ઘણો નિરાશ દેખાતો હતો અને માથા પર હાથ મૂકીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, તેની રમતથી પ્રભાવિત થઈને આખા સ્ટેડિયમે ઊભા થઈને તાળીઓ પાડી હતી અને હૈદરાબાદના ખેલાડીઓએ પણ તેને પીઠ થપથપાવીને શાબાશી આપી હતી.

વૈભવનું મોટું નિવેદન

મેચ પૂરી થયા બાદ જ્યારે વૈભવને આ મોટા રેકોર્ડ્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે, તેને મેચ દરમિયાન ખ્યાલ જ નહોતો કે તે આટલા મોટા રેકોર્ડની નજીક છે. વૈભવે કહ્યું કે, મારું ધ્યાન માત્ર ટીમ માટે વધારેમાં વધારે રન બનાવવા પર હતું અને આવી સેન્ચુરીઓ તો ભવિષ્યમાં પણ આવતી રહેશે. માત્ર 15 વર્ષની ઉંમરે દુનિયાના ટોચના બોલરો સામે વૈભવ સૂર્યવંશીએ જે આત્મવિશ્વાસ બતાવ્યો છે, તે સાબિત કરે છે કે ભારતીય ક્રિકેટને તેનો આગામી સુપરસ્ટાર મળી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now