Home Sports IPL 2026 Vaibhav Suryavanshi Arshin Kulkarni Ipl Fun Video

"અરે કપડાં ફાટી જશે ભાઈ" : 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું થયું 'રેગિંગ!', જુઓ વીડિયો

Vaibhav Suryavanshi
Published by: Aryan Shah
Last Updated: Apr 22, 2026, 01:51 PM IST

Vaibhav Suryavanshi : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હંમેશા તેના હાઇ-વોલ્ટેજ ડ્રામા અને મેદાન પરના મુકાબલા માટે જાણીતી છે. પરંતુ, આ રમતની બીજી સુંદર બાજુ ખેલાડીઓ વચ્ચેની મિત્રતા છે. હાલમાં રાજસ્થાન રોયલ્સના યુવા વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશી અને લખનઉ સુપર જાયન્ટ્સના ઓલરાઉન્ડર અર્શિન કુલકર્ણી વચ્ચેનો એક અત્યંત રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિનિયર ખેલાડીઓ કેવી રીતે 14 વર્ષના આ બાળક સાથે મસ્તી કરે છે તે જોવા મળે છે.

નાની ઉંમર અને મોટી મસ્તી

વૈભવ સૂર્યવંશીએ ગત સિઝનમાં માત્ર 14 વર્ષની વયે IPL ડેબ્યૂ કરીને ઇતિહાસ રચી દીધો હતો. તે મેદાન પર ભલે પ્રોફેશનલ ક્રિકેટરની જેમ લાંબા છગ્ગા ફટકારતો હોય, પણ ડ્રેસિંગ રૂમ અને પ્રેક્ટિસ સેશન દરમિયાન તે સાથી ખેલાડીઓ માટે હજુ પણ એક નાનો ભાઈ જ છે. ગત વર્ષે પણ અર્શિન અને વૈભવની મસ્તીના ઘણા વીડિયો સામે આવ્યા હતા, અને આ વર્ષે પણ આ જોડીએ પોતાની જૂની પરંપરા જાળવી રાખી છે.

"કપડાં ફાટી જશે ભાઈ" - શું છે સમગ્ર મામલો?

IPL 2026 માં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ પહેલા બંને ટીમો જ્યારે પ્રેક્ટિસ માટે મેદાન પર હતી, ત્યારે અર્શિન કુલકર્ણીએ વૈભવને જોતાં જ તેની મસ્તી કરવાનું શરૂ કર્યું હતું. અર્શિને પહેલા તો વૈભવ સાથે વાત કરી અને પછી અચાનક તેનો ગાલ ખેંચવાની કોશિશ કરી. વૈભવ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો, ત્યારે અર્શિને તેને પાછળથી જોરથી પકડી લીધો હતો. આ ઝપાઝપીમાં વૈભવના કપડાં ખેંચાવા લાગ્યા, જેનાથી ગભરાઈને વૈભવે મસ્તીમાં બૂમ પાડી કે, "અરે કપડાં ફાટી જશે ભાઈ!" આ દ્રશ્ય જોઈ આસપાસ ઉભેલા તમામ લોકો હસી પડ્યા હતા.

જુની યાદો: 2025 નો એ કિસ્સો

આ બંને ખેલાડીઓ વચ્ચેની આ નોકઝોક વર્ષ 2025 થી ચાલી આવે છે. લખનઉ સુપર જાયન્ટ્સના સત્તાવાર પેજ પર અગાઉ પણ એક વીડિયો શેર કરાયો હતો, જેમાં અર્શિન મજાકમાં કહેતો જોવા મળ્યો હતો કે, "આ 14 વર્ષનો છોકરો આપણને પાગલ બનાવી રહ્યો છે." તે સમયે વૈભવના શાનદાર ફોર્મને લઈને અર્શિને આ ટિપ્પણી કરી હતી. ચાહકોને આ બંને વચ્ચેની 'બ્રોમાન્સ' ખૂબ જ પસંદ આવી રહી છે.

બેટની અદલાબદલીની મજેદાર વાત

વૈભવ અને અર્શિન વચ્ચે માત્ર ખેંચતાણ જ નહીં, પણ રમતને લગતી પણ મજેદાર વાતો થાય છે. ગત સીઝનમાં અર્શિને વૈભવના બેટના ખૂબ વખાણ કર્યા હતા અને તેને પૂછ્યું હતું કે તારી પાસે આટલા સારા બેટ ક્યાંથી આવે છે? ત્યારે માસૂમ વૈભવે જવાબ આપ્યો હતો કે, "હાલ મારી પાસે પોતાના બેટ નથી, હું તો સંજુ ભાઈ (સંજુ સેમસન) ના બેટથી રમી રહ્યો છું." તેણે અર્શિનને વચન પણ આપ્યું હતું કે, તે મેચ પૂરી થયા પછી તેને બેટ મોકલાવી દેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now