Home Gujarat Vagra Dahej Blast At Shiva Pharma Company

વાગરાના દહેજમાં શિવા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ : બે શ્રમિકોના મોત, પોલીસ કાફલો ઘટનાસ્થળે

વાગરાના દહેજમાં શિવા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ
Published by: OBS Bureau
Last Updated: Jul 27, 2025, 07:32 AM IST

ભરૂચમાં વાગરાના દહેજ SEZ-1માં શિવા ફાર્મમાં વધુ એક કરુણ ઘટના બની છે. ગત મોડી રાત્રે શિવા ફાર્મા કંપનીમાં એક રિએક્ટરમાં થયેલા બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જે બ્લાસ્ટમાં 2 કામદારોએ જીવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે

પ્રાથમિક વિગતો મુજબ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચવાનો કોઈ મોકો મળ્યો ન હતો. ઘટનાની જાણ થતા જ સેફટી એન્ડ આરોગ્ય વિભાગ, સ્થાનિક પોલીસ અને વાગરા મામલતદારની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


સળગતા સવાલ

શું ખરેખર કંપનીઓ કામદારોની સુરક્ષા પ્રત્યે ગંભીર છે?

સુરક્ષાના નિયમોનું પાલન શા માટે નથી થતું?

શું આ ઘટનાઓ માત્ર 'અકસ્માત'!, કે કંપનીની બેદરકારી?

સુરક્ષાના ભોગે નફાખોરીનું પરિણામ?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now