Home Gujarat Vadodara Vishwamitri Project Allegations Of Corruption

ગુજરાતમાં વધુ એક મોટો ભ્રષ્ટાચાર થયો? : 'આક્ષેપ પત્ર' પહોંચ્યો વાયા કલેકટર ટું સ્ટેટ વિજિલન્સ કમિશનર પાસે, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં વધુ એક મોટો ભ્રષ્ટાચાર થયો?
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 06:39 AM IST

રાજ્યમાં મનરેગા કૌભાંડની તપાસ ચાલી રહી છે, તે દરમિયાન વધુ એક ભ્રષ્ટાચાર થયાનો ગંભીર આક્ષેપ કરાતા ચર્ચાઓ તેજ બની છે. વડોદરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં મોટોપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો 'ટીમ વડોદરા' દ્વારા આક્ષેપ કરાયો છે. થોડા દિવસો અગાઉ વડોદરા કલેક્ટરને 12 મુદ્દા સાથેનું આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા તપાસ કરાવાની માગ કરવામાં આવી હતી, ત્યારે હવે કલેક્ટરે તે આવેદનના સંદર્ભ સહિત સ્ટેટ વિજિલન્સ કમિશિનરને પત્ર મોકલ્યું છે.
'ટીમ વડોદરા'એ કલેકટરને પાઠવેલ આવેદ પત્રમાં શું જણાવ્યું ?
સામાજીક કાર્યકર અને 'ટીમ વડોદરા'ના સંયોજક સ્વેજલ વ્યાસ અને તેઓની ટીમના સદસ્યો દ્વારા થોડા દિવસો અગાઉ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. જે આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, ''વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ, ગહનતા(ડીપનીંગ), પહોળાઈ, દબાણ હટાવવું, માટી કાઢવી અને તેનો વ્યવસ્થિત નિકાલ કરવા માટે રૂપિયા 100 કરોડ જેટલો ખર્ચ દર્શાવવામાં આવેલ છે. આ કામ વડોદરા મહાનગર પાલિકા અને સિંચાઈ વિભાગ દ્વારા અલગ અલગ રીતે સોંપવામાં આવ્યું છે. આમ છતા અનેક ગેરરીતિઓ, ભષ્ટાચાર અને જાહેર નાણાંનો દુરૂપયોગ થયો હોવાનો આ ઉદાહરણો સ્પષ્ટ જોવા મળે છે''
'ટીમ વડોદરા'ના ગંભીર આક્ષેપ
ડબલ ઓથોરિટી-એક સરખું કામ, બમણો ખર્ચ WRD વિભાગ દ્વારા દસ્તાવેજોની ઉણપ બિલ ચકાસણી વિના પેમેન્ટ નદીના કુદરતી પ્રવાહની સાથે છેડછાડ સિંચાઈ વિભાગની શંકાસ્પદ કામગીરી માટી કઢાવવાનું ટાર્ગેટ અને અસત્ય દાવો (મેનિપ્યુલેટર રિપોર્ટ) માટીનો નિકાલ ટેન્ડર શરતો વિરૂદ્ધ મશીનરીનો ઉપયોગ માત્ર ઓનપેપર શ્રમજીવીઓના ભથ્થા અને હાજરીમાં ગોટાળો જાહેર ટેન્ડર વિના સીધો વર્ક ઓર્ડર અધિકારી દ્વારા બિલ મંજૂરી વખતે ટેન્ડર શરતોના ભંગ ઉપર આંખ બંધ
આવેદન પત્ર પહોંચ્યું કલેકટર ટું વિજિલન્સ
વડોદરા કલેકટરની સૂચનાથી એક્સ્ટ્રા ચીટનીશ ટું કલેક્ટરએ સ્ટેટ વિજિલન્સ કમિશનરને પત્રમાં લખ્યું છે કે ''સ્વેજલ ભરતકુમાર વ્યાસ, ટીમ વડોદરા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી તાત્કાલિક વિજિલન્સ તપાસ શરૂ થાય અને બાકી રહેલા બીલ તાત્કાલિક રોકવામાં આવે તેમજ વિગતવાર તપાસ થાય તે બાબતનું આવેદન પત્ર અને રજુ કરવામાં આવેલું છે, જેની સાથે છે''.
સળગતા સવાલ?
શું વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ખરેખર મોટો ભ્રષ્ટાચાર થયો?
ભ્રષ્ટાચાર થયો કે નહી તે અંગે થશે તપાસ?
કલેકટરે વિજિલન્સને આવેદન પત્ર ફોરવર્ડ કર્યું હવે શું ?
શું હવે સ્ટેટ વિજિલન્સ આ મામલાની તપાસ કરશે?
સ્ટેટ વિજિલન્સ કમિશનર તપાસ કરશે કે અન્ય કોઈ વિભાગને આવેદનપત્ર ફોરવર્ડ કરશે ?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now