વડોદરામાં વિકાસના કામોમાં પૈસા અટકાવતા સરપંચે આત્મહત્યાનો પ્રયાસ કર્યોની ઘટના સામે આવી છે. તલસટ સરપંચે સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો હતો. સરપંચે ઝેરી દવા ગટગટાવી જતા સરપંચને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ચાર લોકોના ત્રાસના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો?
સરપંચે ગામના સુખદેવ ઠાકોર, રાકેશ ઠાકોર, પિયુષ ઠાકોર અને સતીષ ઠાકોરના ત્રાસના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યોનું જણાવ્યું છે. અત્રે જણાવીએ કે, સતીષ ઠાકોર તલસટ ગામના પૂર્વ સરપંચનો દીકરો છે.
સુસાઇડ નોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
આત્મહત્યાનો પ્રયાસ કરનાર તલસટ સરપંચ નવનીત બળવંત ઠાકોરે જણાવ્યું કે, ''ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરી છે'' આપને જણાવીએ કે, સરપંચે 3 પાનની સુસાઇડનોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સરપંચના પરિવારમાં માતા, પિતા, 2 બાળકો અને પત્ની તથા 3 ભાઈનો સમાવેશ થાય છે






