Home Gujarat Vadodara Tajiya Visarjan Youth Drowns During

વડોદરામાં તાજીયા વિસર્જન વેળાએ યુવક ડૂબ્યો : બે કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો

વડોદરામાં તાજીયા વિસર્જન વેળાએ યુવક ડૂબ્યો
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2025, 12:22 PM IST

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા સરસીયા તળાવ ખાતે તાજીયા વિસર્જન દરમિયાન એક દર્દનાક દુર્ઘટના બની હતી. 16 વર્ષનો માહીર મુસ્તાક મન્સુરી પોતાના મિત્રો સાથે તળાવના કિનારે તાજીયા વિસર્જન જોવા ગયો હતો. આ દરમિયાન તેનું પગ લપસતા તે પાણીમાં પડી ગયો, ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ તળાવમાં તાજીયાની સામગ્રી અને વાંસો વચ્ચે ફસાઈ જવાથી માહીર ડૂબી ગયો હતો.
બે કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો
ફાયર વિભાગે સતત બે કલાક સુધી શોધખોળ કર્યા બાદ માહીરનું મૃતદેહ બહાર કઢાયું હતું. માહીર વડોદરાની જીવન સાધના શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતો હતો. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
વિસ્તારમાં માતમ છવાયો
ઘટનાની જાણ થતા માહીરના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં આક્રંદ અને શોકનો માહોલ સર્જાયો હતો. તાજીયા વિસર્જનના પર્વમાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો છે. સમાજ અને સ્થાનિક લોકોએ પણ ઘટનાને લઈને ગમગીની વ્યક્ત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now