Home Gujarat Vadodara Vadodara Sevasi Canal Student Drowning Death News

વડોદરાની કેનાલો બની 'ડેથ ટ્રેપ' : 15 દિવસમાં 5મી જાનહાનિ, જીપીએસ સ્કૂલના વિદ્યાર્થીના અકાળે અવસાનથી માતમ

કેનાલમાંથી રેસ્ક્યૂ કરતાં અધિકારી
Published by: Chintan Chavda
Last Updated: Mar 26, 2026, 12:33 PM IST

Vadodara શહેરના સેવાસી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ગત રોજ વહેલી સવારે મોં ધોવા ગયેલા ધોરણ-11 ના વિદ્યાર્થીનો પગ લપસતા તે પાણીના તેજ પ્રવાહમાં તણાયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવેલી લાંબી શોધખોળ બાદ, આજે સવારે પાદરા નજીકથી તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મિત્ર સાથે નાસ્તો કર્યા બાદ બની ઘટના

મળતી માહિતી મુજબ, વડસર વિસ્તારમાં રહેતો અને અટલાદરાની જીપીએસ સ્કૂલમાં ધોરણ-11 (CBSE) માં અભ્યાસ કરતો હર્ષવર્ધન ક્ષત્રી ગત 25 માર્ચના રોજ સવારે પોતાના મિત્ર ઓમ દુબે સાથે એક્ટિવા પર સવાર થઈ સેવાસી કેનાલ પાસે ગયો હતો. બંને મિત્રોએ ત્યાં વડાપાઉંનો નાસ્તો કર્યો હતો. નાસ્તો કર્યા બાદ હર્ષવર્ધન કેનાલના ઢાળવાળા ભાગે મોં ધોવા માટે નીચે ઉતર્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં તે સીધો જ કેનાલના ઉંડા પાણીમાં ખાબક્યો હતો.

ફાયર બ્રિગેડની મેરેથોન શોધખોળ

મિત્રને નજર સામે ડૂબતો જોઈ ગભરાઈ ગયેલા ઓમે તુરંત પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર વિભાગની ટીમ બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, પરંતુ હર્ષવર્ધનનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આજે સવારે પાદરાના વડું રોડ પર કેનાલમાં એક મૃતદેહ દેખાતા મકરપુરા GIDC ફાયર સ્ટેશનની ટીમે તેને બહાર કાઢ્યો હતો.

હોનહાર ફૂટબોલ પ્લેયર ગુમાવ્યો

મૃતક હર્ષવર્ધન ફૂટબોલનો ઉત્કૃષ્ટ ખેલાડી હતો અને તેણે ક્લસ્ટર ટુર્નામેન્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. એક તેજસ્વી વિદ્યાર્થી અને રમતવીરના અકાળે અવસાનથી તેના મિત્રવર્તુળ અને સ્કૂલ સ્ટાફમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

તંત્ર માટે લાલબત્તી સમાન કિસ્સો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં વડોદરાની કેનાલોમાં ડૂબવાની આ 5મી ઘટના છે. પાદરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર બનતી આવી ઘટનાઓ કેનાલની આસપાસ સુરક્ષા રેલિંગ કે ચેતવણીના બોર્ડની જરૂરિયાત તરફ આંગળી ચીંધે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
રામનવમીના શુભ પર્વે કોંગ્રેસે વડોદરાથી ફૂંક્યું ચૂંટણીનું રણશિંગું
Play Video
"પોલીસકર્મીઓને 8 કલાકની શિફ્ટ આપો"
ગાંધીનગરમાં મોટો વહીવટી ફેરફાર
ગુજરાતમાં ઈંધણનો ‘હાઈવોલ્ટેજ ડ્રામા’
Play Video