શુક્રવાર, 16 ફેબ્રુઆરીએ અમદાવાદ વડોદરાની કેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદની 4 સ્કૂલોને અને વડોદરાની 3 સ્કૂલોને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર અને શાળા સંચાલનો તાત્કાલિક સક્રિય બન્યા હતા.
વડોદરાની આ સ્કૂલોને પણ મળ્યા ધમકીભર્યા ઈમેલ
વડોદરાની ડી. આર. અમીન - વાસણા રોડ, ઉર્મી - સમાસાવલી, નાલંદા - વાઘોડિયારોડ, બરોડા હાઈસ્કુલ - બગીખાના, નવયુગ - સમા, જીવન સાધના - નાગરવાડા, AWS - ડભોઇ, શાનેન - ખોડિયાર નગર, ગુજરાત પબ્લિક સ્કૂલ - વાઘોડિયા, બ્રાઇટ સ્કૂલ - ભાયલી, બિલાબોંગ સ્કૂલ- વડસર, આત્મીય વિધાલય- માંજલપુર, ડોન બોસ્કો- માંજલપુર, ઓક્ઝેલિયમ સ્કૂલ - માંજલપુર, ઝેનિથ સ્કૂલ - પ્રતાપનગર, અમેરિકન સ્કૂલ ઓફ બરોડા - આજવા રોડ, બરોડા પબ્લિક સ્કૂલ - વાઘોડિયા અને ગ્રીન વેલી સ્કૂલ - અંપાડને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે.
અમદાવાદની આ સ્કૂલોને પણ મળ્યા ધમકીભર્યા ઈમેલ
અમદાવાદ શહેરની મકરબામાં આવેલી DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ, સેટેલાઇટમાં આવેલી A વન સ્કૂલ, કૃષ્ણનગરની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, નવરંગપુરામાં આવેલી સંત કબીર સ્કૂલ અને બાપુનગરમાં અવબેલી સિલ્વર બેલ સ્કૂલ, તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ, SGVP સ્કૂલ, એ.જી હાઈસ્કુલ નવરંગપુરા, ઘોડાસરની જીવીબા સ્કૂલ, જે.જી ઇન્ટરનેશનલ સ્કૂલ, દિવાન બલ્લુભાઈ, સી.એન વિધાલય, વિજયનગર સ્કૂલ, ખાલસા લિટલ સ્કૂલ બાપુનગર અને અમદાવાદની નિરમા યુનિવર્સિટીને પણ બોમ્બની ધમકી મળી છે. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખ્યું-ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે.
દરેક શાળામાં બારીકાઈપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની અણધારી ઘટના ટાળી શકાય. આ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.




















