વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત સર્જનાર રક્ષિત ચૌરસિયાના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. આ અંગે DCP પન્ના મોમાયાએ માહિતી આપી છે.
રક્ષિત ચૌરસિયાએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનવણી દરમિયાન સરકારી વકીલ અનિલ દેસાઈએ દલીલો કરી હતી. કોર્ટે આરોપીના રેગ્યુલર જામીન ફગાવી દીધા છે. આપને જણાવી દઈએ કે રક્ષિત અકસ્માતકાંડમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ગાંજાના નશામાં હતો રક્ષિત
વડોદરામાં 13 માર્ચના રોજ રાત્રે કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે અકસ્માત સર્જ્યો હતો. ગાંજાના નશામાં ધૂત રક્ષિત અને તેનો મિત્ર કારમાં નિકળ્યા હતા. દરમિયાન ચાલક રક્ષિતે કાબુ ગુમાવતા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય 8 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઘટના દરમિયા રક્ષિત ગાંજાના નશામાં હોવાનો બ્લડ રિપોર્ટમાં ખુલાસો થયો.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





