Home Gujarat Vadodara Padra Bridge Accident 4 Thousand People Joined The Rescue Operation

પાદરાના યુવાનોએ પ્રસરાવી માનવતાની મહેક : 4 હજારથી વધુ યુવાનો બચાવ કામગીરીમાં જોડાયા

પાદરાના યુવાનોએ પ્રસરાવી માનવતાની મહેક
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 02:36 PM IST

આજે તારીખ 09 જુલાઇ 2025 અંદાજિત સવારના 7 થી 7.30ના આસપાસ મુજપુર અને ગંભીરાને જોડતા બ્રિજનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને S તમામ મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો.



યુવાનોએ પ્રસરાવી માનવતાની મહેક
ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પોતે રાહત બચાવની કામગીરીમાં જોડાયા હતા તેમની સાથે મુજપુર, એકલબારા તેમજ પાદરાના 4 હજારથી વધુ યુવાનો વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી તેમની સાથે જોડાઇને યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. વળી બફારાની સ્થિતિ હોવાથી તાબડતોબ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.



ત્રણ બૂલડોઝર બોલાવી માર્ગ કરવામાં આવ્યો હતો
આ ઘટનાની જાણ થતાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે ટેલીફોનિક વાત કરી ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. રાહત અને બચાવની કામગીરીમાં જોડાયેલા નાગરિકો માટે પીવાના પાણી, ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી. ખાસ કરીને નદીના કિનારે કીચડ હોવાના કારણે તુરંત ત્રણ બૂલડોઝર બોલાવી માર્ગ કરવામાં આવ્યો હતો.



અફવાઓથી દૂર રહેવા અપીલ
પાદરાના ધારાસભ્ય તેમજ આજુબાજુ ગામના યુવાનો દ્વારા સ્વયંભુ રાહત અને બચાવની કામગીરીમાં જોડાઇને માણસાઇને મહેકાવી છે. નાગરિકોને શાંતિ જાળવવા તથા અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now