Home Gujarat Vadodara Municipal Corporation Premonsoon Review Meeting

વડોદરા મનપાની પ્રિમોનસૂન રિવ્યૂ મીટિંગ : મ્યુનિસિપલ કમિશનરની મહત્વની જાહેરાત

વડોદરા મનપાની પ્રિમોનસૂન રિવ્યૂ મીટિંગ
Published by: OBS Bureau
Last Updated: May 13, 2025, 06:23 PM IST

વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે મહત્વપૂર્ણ રિવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એમ.એસ.ની અધ્યક્ષતામાં શહેરના વિકાસ અને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.




મુખ્ય મુદ્દાઓ પર માર્ગદર્શન:
મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરીમાં ઝડપ લાવવાની સૂચનાઓ આપી. જેમાં દરેક ઝોનમાં મેનહોલ, કેચપિટ અને ચેનલની સફાઈ, તેમજ ડસ્ટફ્રી રસ્તાઓ અને ડ્રેનેજ સુવિધા સુધારણાના મુદ્દાઓને અગ્રતા આપવી જણાવાયું.

શહેરના નાગરિક જીવનમાં આનંદ તથા સક્રિય ભાગીદારી વધારવા મેરેથોન, સાયકલોથોન, ફલાવર શો, સ્પોર્ટસ એક્ટિવિટીઝ, ક્વિઝ કોમ્પિટિશન, હેપી ફન સ્ટ્રીટ અને બુક ફેર જેવી જાહેર ઇવેન્ટ્સ યોજવાનું આયોજન કરવાનું સૂચવાયું.




યુનેસ્કો હેરિટેજ સિટી દિશામાં પગલાં:
શહેરને યુનેસ્કો હેરિટેજ સિટીનો દરજ્જો મળી શકે તે દિશામાં તાત્કાલિક કામગીરી કરવા પણ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ અનુરોધ કર્યો.




શહેરી સુવિધાઓના સુધારણાં:

ચાર ઝોનમાં શાકભાજી માર્કેટ માટે નવો પ્લાન

હેલ્થ મ્યુઝિયમનો વિકાસ

પીવાના પાણી, સફાઈ અને આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓમાં સુધારો

શહેરી ગાર્ડન અને નગરગૃહોની સફાઈ

STP, WTP અને કમાટીબાગમાં CCTV કેમેરાઓ અપડેટ અને નવા લગાવવાના આયોજન




પર્યાવરણ અને ટ્રાફિક મુદ્દા:
"એક પેડ - એક નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, "કેચ ધ રેન" પ્રોજેક્ટને પ્રાથમિકતા, તેમજ ટ્રાફિક સિગ્નલની કામગીરી સુધારવા, તળાવના આઉટલેટનું સંચાલન જેવી કામગીરી માટે માર્ગદર્શન અપાયું.

સકારાત્મક પાલિકા કામગીરી:
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો અસરકારક અમલ કરીને નાગરિકોને સીધો લાભ મળે તે માટેના પ્રયાસોની પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે મહાનગરપાલિકાની તમામ કચેરીઓ પર સોલાર રૂફટોપ સિસ્ટમ લાગુ કરવા અંગે પણ યોજના રજુ કરાઇ.

આ રિવ્યુ મીટિંગમાં ડે. મ્યુનિસિપલ કમિશનર શ્રી ગંગાસિંધ, ડે. મ્યુનિસિપલ કમિશનર શ્રી વી.એમ. રાજપૂત, તેમજ એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now