Home Gujarat Vadodara International Trafficking Of Girls Nia Investigation

વડોદરામાં છોકરીઓની આંતરરાષ્ટ્રીય તસ્કરી? : PMO PG PORTAL પરથી અરજી પહોંચી ગૃહ વિભાગમાં, માગ NIA તપાસની, મામલો પેચિદો

વડોદરામાં છોકરીઓની આંતરરાષ્ટ્રીય તસ્કરી?
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2025, 10:16 AM IST

વડોદરામાં છોકરીઓની આંતરરાષ્ટ્રીય તસ્કરી મામલો ગૃહ મંત્રી સુધી પહોંચ્યો છે. દિલ્હીના ફરિયાદી અને તેમના વકીલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે, સાથો સાથ વડોદરા શહેરના અધિક કમિશનરને મળેલી રજુઆતવાળી અરજીના સંદર્ભ સાથે તેમણે પણ ગૃહ વિભાગના અધિક સચિવને અરજી મોકલી છે. જે સમગ્ર કેસની તપાસ NIA પાસે કરાવવા ફરિયાદીની માંગના પગલે વડોદરા અધિક પોલીસ કમિશનરે ગૃહ સચિવને પત્ર લખ્યો છે.


અરજી NIAમાં તબદીલ કરવા ગૃહ વિભાગને વિનંતી!

દિલ્હીના ફરિયાદી અને તેમના વકીલે PMO PG PORTAL પર ફરિયાદ કરી હતી. અત્રે જણાવીએ કે, ફરિયાદીની માંગ છે આ બાબતની તપાસ NIA પાસે કરાવવામાં આવે. જેના પગલે વડોદરા શહેર પોલીસ કમિશનરે ફરિયાદીનું નિવેદન લીધા બાદ ગૃહ વિભાગને પત્ર લખ્યો છે. જેમાં ફરિયાદીની અરજી NIAમાં તબદીલ કરવા ગૃહ વિભાગને વિનંતી કરી છે.


ઉચ્ચ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યોનો આક્ષેપ

આ કેસના આરોપીઓને બચાવવા ઉચ્ચ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પણ ફરિયાદીનો આક્ષેપ છે. ભ્રષ્ટાચાર કરીને અધિકારીઓ દેશ છોડી ભાગી ગયાનો ફરિયાદીનો દાવો છે.


જાણો સમગ્ર કેસ

ફરિયાદીએ છોકરીઓની મોટા પાયે આંતરરાષ્ટ્રીય તસ્કરી બળાત્કાર, આરોપીઓને દબાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર દેશ છોડીને ભાગી ગયા બાબતની રજુઆતવાળી અરજી PMO PG PORTEL ઓનલાઇન કરી હતી, જે અરજી વડોદરા પોલીસ કચેરીને પણ મળી હતી. જેના પગલે વડોદરા શહેર ઝોન-2 નાયબ પોલીસ કમિશનરે તપાસ કરી અરજદારના સંપર્ક કરી નિવેદન લીધા, ત્યારે અરજદારની માંગ હતી કે, આ મુદ્દે NIA તપાસ કરે.


અધિક પોલીસ કમિશનરે ગૃહ વિભાગને અરજીમાં શું લખ્યુ ?

અધિક પોલીસ કમિશનર લીના પાટીલે અરજીમાં લખ્યું કે, ''અરજીના સંદર્ભે તપાસ એન.આઇ.એ. પાસે કરાવવા બાબતેનો મેઇલ કરી તથા પોલીસને રૂબરૂ આવીને રજુઆત કરી હતી. દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ સ્તરે સુષમ ચૌહાણ અને અનિલ સુબ્રમણ્યમનાઓનો પણ સંપર્ક કર્યો છે. પાંડિયન ગુજરાત રાજ્યમાંથી વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે અને તેમણે ગંભીર ટિપ્પણીઓ અને ગુનાની પ્રથમ દ્રષ્ટિએ ઘટના જોઇ છે. જે ખૂબ જ સંવેદનશીલ છે. બંને વચ્ચે એ વાત પર સહમતિ છે કે, આ મામલામાં વરિષ્ઠ અધિકારીઓની દખલગીરી જરૂરી છે અને NIA તપાસ પ્રાથમિક માંગ છે. તેથી તપાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવી જરૂરી છે કારણકે આ મામલામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે પણ તપાસની જરૂર છે અને NIA આવું કરવા માટે શ્રેષ્ઠ સ્થાને રહેશે. કારણ કે ગુનાઓ NIA કાયદાના દાયરામાં આવે છે, જેથી અરજીની તપાસ NIA એજન્સી પાસે કરાવવા માંગ છે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now