વડોદરા ફાયર વિભાગમાં સાધનોની ખરીદી કૌભાંડ મામલે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે કાર્યવાહી કરી અને 3 અધિકારીઓને સસપેન્ડ કર્યા હતા. હવે આ સાધન ખરીદીમાં સામેલ હતા તેવા ફાયર વિભાગના HOD અને CFO અને ડેપ્યુટી સીએફ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
''કમિટીના તપાસના અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવી છે''
વડોદરા ફાયર વિભાગ દ્વારા સાધનોની ખરીદીમાં થયેલી ગેરરીતિ મામલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું કે, ''અઠવાડિયા દસ દિવસ પહેલા ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં ગેરરીતિ મામલે રજૂઆત મળી હતી. બે ત્રણ દિવસ મીડિયામાં પણ ચાલ્યું હતું. જેના પગલે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષ સ્થાને તપાસ સમિતિ બનાવી હતી અને કમિટીના તપાસના અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. આ કૌભાંડમાં સામેલ હતા તેવા ફાયર વિભાગના એચઓડી, સીએફઓ અને ડેપ્યુટી સીએફ સામે પગલાં લીધા છે, પ્રિમિલરી તપાસના આધારે સસ્પેન્શનની પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી છે''
જાણો સમગ્ર મામલો
થોડા દિવસ અગાઉ વડોદરા ફાયર બ્રિગેડમાં સાધનોની ખરિદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી હતી. જે અંગે મુખ્યમંત્રીએ રિપોર્ટ માંગ્યો હતો અને ત્યાર બાદ મ્યુનિસપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને એકાઉન્ટન્ટ સહિત ચાર અધિકારીઓની તપાસ કમિટી બનાવી હતી અને ઊંડાણ પૂર્વક તપાસ કરવા આદેશ કર્યો હતો. કમિટીના અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુએએ વડોદરા ફાયર અને ઇમરજન્સી વિભાગના ત્રણ સિનિયર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. જો કે, હવે તપાસ બાદ પગલા લીધા છે.

_35e76f2f-4114-4e3b-a4c8-0a38a7346a4d.jpeg)




