ગુજરાતના વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા ભગતસિંહ ચોક નજીક દુધવાલા મોહલ્લામાં મોડી રાત્રે ગાડીના હોર્ન વગાડવાની નજીવી બાબતે બે કોમના લોકો આમને-સામને આવી ગયા હતા, જેના કારણે ભારે બબાલ સર્જાઈ હતી. આ ઘટનાથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ ફેલાયું હતું અને લોકટોળાં એકઠાં થયાં હતાં.
હોર્ન વગાડવા મામલે બબાલ
પ્રાપ્ત માહિતી અનુસાર, ભગતસિંહ ચોક પાસે દુધવાલા મોહલ્લામાં ગાડીના હોર્ન વગાડવાને લઈને બે જૂથો વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ટૂંક સમયમાં ઉગ્ર ઝઘડામાં પરિવર્તિત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં સ્થાનિક રહેવાસી યશ હરેશભાઈ પટણીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ત્રણ આરોપીઓ—સાબિર અજબભાઈ સતાવાલા, જાવેદ અજબભાઈ સબલવાલા અને જૈનુલ સાબિર સકાવાલાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ બદોબસ્ત ગોઠવાયો
ઘટનાના પગલે લોકટોળાં એકઠાં થતાં વાતાવરણ વધુ ગરમાયું હતું. જોકે, પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. વધુ બળવો ન થાય તે માટે રાવપુરા પોલીસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં શાંતિ જળવાય અને આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર અને સમાજના આગેવાનો લોકોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી રહ્યા છે.
અગાઉ ઈંડા ફેંકવાની ઘટના બની હતી
આપને જણાવીએ કે, થોડા દિવસ અગાઉ જ વડોદરા શહેરમાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાને બની હતી છે. આ ઘટનાને કારણે શહેરનું વાતાવરણ પહેલેથી જ તંગદિલ હતું અને આ નવી ઘટનાએ ફરી એકવાર લોકોમાં રોષ અને અસંતોષ ફેલાવ્યો છે.
ત્રણની ધરપકડ
પોલીલ ત્રણ આરોપીઓ ધરપકડ કરી છે. સાબિર અજબભાઈ સતાવાલા, જાવેદ અજબભાઈ સબલવાલા અને જૈનુલ સાબિર સકાવાલાની ધરપકડ કરી આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.






