Home Gujarat Vadodara Vadodara Crime News Doctor Atrocity Act

વડોદરાના ડોક્ટરની કાળી કરતૂત : સારવાર લેવા આવેલી યુવતીનું કર્યું શારીરિક શોષણ, એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ

vadodara gorava police station
Published by: Chintan Chavda
Last Updated: Mar 28, 2026, 05:23 AM IST

Vadodara શહેરમાં માનવતા અને વિશ્વાસને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના તરસાલી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા એક તબીબે લગ્નની લાલચ આપી 28 વર્ષીય બ્યુટી પાર્લર સંચાલિકા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે પોલીસે ડોક્ટર સહિત તેના પરિવારના સભ્યો સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સારવાર દરમિયાન થઈ હતી મુલાકાત

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતીને વીજ કરંટ લાગતા તે સારવાર માટે મૂળ દાહોદના અને હાલ વડોદરામાં પ્રેક્ટિસ કરતા 32 વર્ષીય ડોક્ટર વિકાસ પટેલ પાસે ગઈ હતી. સારવાર દરમિયાન બંને વચ્ચે પરિચય વધ્યો હતો, જે સમય જતાં પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો. ડોક્ટર પોતે ડાઇવોર્સી હોવાથી તેણે યુવતીને લગ્નના વાયદા આપ્યા હતા.

શારીરિક શોષણ અને જાતિવાચક અપમાન

આરોપી ડોક્ટરે લગ્નનું બહાનું ધરી યુવતીને પોતાના ઘરે બોલાવી હતી અને તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે ડોક્ટરે પીછેહઠ કરી હતી. આ દરમિયાન ડોક્ટરના પરિવારે તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દેતા મામલો બિચક્યો હતો. યુવતીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો, ત્યારે ડોક્ટરની બહેને તેની સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, ડોક્ટરના માતા-પિતાએ યુવતીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી માનસિક પ્રતાડના આપી હતી.

આ પણ વાંચો:હવે થશે વરસાદ અને વાવાઝોડાની સચોટ આગાહી : હવામાનના અનુમાનમાં આવશે મોટો સુધારો, અમદાવાદ-સુરતમાં લગાવાશે હાઈટેક રડાર

પોલીસ કાર્યવાહી અને તપાસ

યુવતીની ફરિયાદના આધારે ગોરવા પોલીસે ડોક્ટર વિકાસ પટેલ, તેની બહેન અને માતા-પિતા વિરુદ્ધ દુષ્કર્મ તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા આ કેસની તપાસ એસસી-એસટી સેલના એસીપી સી.બી. સોલંકીને સોંપવામાં આવી છે.

"આ કેસમાં દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં મુખ્ય આરોપી ડોક્ટર ફરાર છે, તેને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત છે." — સી.બી. સોલંકી, એસીપી (એસસી-એસટી સેલ)

હાલમાં પોલીસ આ કેસમાં કાયદાકીય પુરાવાઓ એકત્ર કરી રહી છે અને ફરાર ડોક્ટરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદમાં ધોળા દિવસે યુવતી પર એસિડ એટેક
ગુજરાતના સરહદી નવા જિલ્લામાં PM મોદીની ઐતિહાસિક મુલાકાત
સુરત બહુચર્ચિત નકલી નોટ કૌભાંડ
Play Video
રાજકોટ મારવાડી શેરબજારની હેડ ઓફિસ ભડકે બળી
Play Video