Home Gujarat Vadodara Court Bomb Threat Security Tightened Police Search Operation

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું : વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 09:12 AM IST

સંસ્કારી નગરી વડોદરામાં પોલીસ બેડાને હચમચાવી દે તેવી એક કરુણ ઘટના સામે આવી છે. શહેરના કપૂરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતી 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગત રાત્રિએ પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આશાસ્પદ મહિલા પોલીસ કર્મચારીના મોતના સમાચારથી પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

PSI ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા પ્રિયંકાબેન

મળતી માહિતી મુજબ, પ્રિયંકા રમેશભાઈ પ્રજાપતિ છેલ્લા બે વર્ષથી કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા. તેઓ આગળ વધવા માંગતા હતા અને તાજેતરમાં જ તેમણે PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની ગ્રાઉન્ડ પરીક્ષા પાસ કરી હતી. આગામી લેખિત પરીક્ષાની તૈયારી માટે તેઓ છેલ્લા 10 દિવસથી રજા પર હતા અને આજવા રોડ સ્થિત નવજીવન વિસ્તારમાં એકલા રહીને અભ્યાસ કરી રહ્યા હતા.

ગત રાત્રે આશરે 11:30 વાગ્યાની આસપાસ એક પોલીસ મિત્ર લેખિત પરીક્ષા માટેનું મટીરીયલ આપવા તેમના ઘરે પહોંચ્યા હતા. વારંવાર દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા શંકા ગઈ હતી. ત્યારબાદ દરવાજો તોડીને અંદર જોતા પ્રિયંકા પ્રજાપતિ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ બાપોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસ તપાસ અને કાર્યવાહી

બાપોદ પોલીસ મથકના પી.આઈ. એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે, "પ્રાથમિક તપાસમાં આ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી". વધુમાં તેમણે જણાવ્યું કે, PM પૂરું થયું અને આગળની તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now