Home International Us Presidents Assassinated History

દુનિયાના સૌથી તાકાતવર દેશના રાષ્ટ્રપતિ કેટલા સુરક્ષિત : જાણો અમેરિકાના કેટલા રાષ્ટ્રપતિની થઈ છે હત્યા

અમેરિકાના 4 રાષ્ટ્રપતિઓની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 27, 2026, 03:30 AM IST

વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંનો એક અમેરિકાના ઈતિહાસમાં કેટલાક એવા કાળા દિવસો નોંધાયા છે જ્યારે દેશના સર્વોચ્ચ પદ પર રહેલા રાષ્ટ્રપતિઓની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાઓ માત્ર અમેરિકાની રાજનીતિ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ ચોંકાવનારી સાબિત થઈ છે. અમેરિકાના ઈતિહાસમાં કુલ 4 રાષ્ટ્રપતિઓની હત્યા થઈ છે જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાઓએ દેશની સુરક્ષા વ્યવસ્થા અને રાજકીય પરિસ્થિતિઓ પર લાંબા ગાળાનો પ્રભાવ પાડ્યો હતો.

એબ્રાહમ લિંકન: પ્રથમ હત્યા થઈ

1865માં અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ એબ્રાહમ લિંકનની હત્યા કરવામાં આવી હતી. ગૃહયુદ્ધ બાદ દેશને એકતા તરફ દોરી રહેલા લિંકનને વોશિંગ્ટન ડીસી સ્થિત થિયેટરમાં ગોળી મારી દેવામાં આવી હતી. તેમની હત્યાએ સમગ્ર અમેરિકાને શોકમાં મૂકી દીધું હતું. લિંકનને દાસપ્રથા ખતમ કરનાર અને દેશને એકતામાં બાંધનાર નેતા તરીકે યાદ કરવામાં આવે છે. તેમની હત્યા રાજકીય અસહમતિ અને તણાવના પરિણામરૂપ બની હતી.

આ પણ વાંચો: વોશિંગ્ટનમાં ટ્રમ્પ પર ફાયરિંગ! : હોટેલ ઇવેન્ટમાં અફરાતફરી, જાણો કેવી રીતે સુરક્ષા એજન્ટોએ બચાવ્યો જીવ

જેમ્સે. ગારફિલ્ડ: રાજકીય અસંતોષનો ભોગ

1881માં 20માં રાષ્ટ્રપતિ જેમ્સ ગારફિલ્ડ પર હુમલો થયો હતો. એક અસંતોષિત વ્યક્તિએ તેમને ગોળી મારી હતી, જેના કારણે થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાએ અમેરિકામાં સરકારી પદોની નિમણૂંક અને રાજકીય પ્રણાલીમાં સુધારા લાવવા માટે દબાણ વધાર્યું હતું.

વિલિયમ મેકકિન્લી પર જાહેર કાર્યક્રમમાં થયો હતો હુમલો

1901માં 25માં રાષ્ટ્રપતિ વિલિયમ મેકકિન્લીની એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી અમેરિકામાં રાષ્ટ્રપતિની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી હતી. આ ઘટનાએ વિશ્વભરમાં નેતાઓની સુરક્ષા અંગે નવા પ્રશ્નો ઉભા કર્યા હતા.

જોન એફ. કેનેડીની આધુનિક યુગની સૌથી ચર્ચિત હત્યા

1963માં 35માં રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીની હત્યા ટેક્સાસના ડેલાસ શહેરમાં કરવામાં આવી હતી. આ ઘટના આજે પણ અનેક થિયરીઝ અને ચર્ચાઓ માટે જાણીતી છે. કેનેડીની હત્યાએ વિશ્વને ચોંકાવી દીધું હતું અને આધુનિક સમયમાં રાજકીય હત્યાઓની ગંભીરતા પર ધ્યાન દોર્યું હતું.

આ પણ વાંચો: ભારતીય IT એન્જિનિયરો માટે માઠા સમાચાર : અમેરિકામાં H-1B વિઝા પર 3 વર્ષના પ્રતિબંધની તૈયારી, સંસદમાં વિવાદાસ્પદ બિલ રજૂ

સુરક્ષા અને રાજકીય અસર

આ ચારેય ઘટનાઓ બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસને રાષ્ટ્રપતિની સુરક્ષા માટે વધુ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આવી ઘટનાઓ દર્શાવે છે કે વિશ્વના સૌથી સુરક્ષિત માનાતા દેશોમાં પણ રાજકીય હિંસા એક મોટો પડકાર રહી છે. આજે પણ આ ઘટનાઓને ઇતિહાસમાં કાળા અધ્યાય તરીકે યાદ કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now