વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં દોષિત પાણીથી તરવૈયાઓ પરેશાન થઈ ઉઠ્યા છે.શાવર રૂમથી લઈને પુલ પાસે તેમજ પુલની અંદર ગંદકી અને જાળવણીના અભાવે દૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી ચામડીના રોગો અને અન્ય બીમારી થવાનો ભય તરવૈયાઓને સતાવી રહ્યો છે.ત્યારે સિનિયર સિટીઝન સહિતના તરવૈયાઓએ તંત્રની મેન્ટેનન્સની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા મહાનગર પાલિકા સંચાલિત કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં સાફ-સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્વિમિંગ પૂલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્વિમિંગ કરવા આવેલા સિનિયર સિટીઝન સહિત મહિલા તરવૈયાઓએ સ્વિમિંગ પૂલમાં દૂષિત પાણી જીવજંતુઓના કારણે ચામડીના રોગો થવાની ભીતિ વ્યક્ત કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સિનિયર સિટીઝન તરવૈયાઓએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના કમિશનરને સ્વિમિંગપુલના મેનેજરે પણ લેખિતમાં ફરીયાદ કરેલી છે. પરંતુ કોઈ એક્શન લેવાતા નથી. જવાબદાર વ્યક્તિઓ અહીં હાજર હોતા નથી. મહિલા સ્વિમરે જણાવ્યું હતું કે, ક્લિનિંગ ક્યારે હોતું નથી. ગુરુવારે મેન્ટેનન્સ કરવા સ્વિમિંગ પૂલ બંધ રાખવામાં આવે છે. પરંતુ ક્લિનિંગ કરવામાં આવતું નથી. સ્વિમિંગ પૂલની અંદર જીવડા છે. પાણી ગંદુ અને ધૂળવાળું હોવાને કારણે પાણીમાં દુર્ગંધ આવી રહી છે. તેવો આક્ષેપ મહિલા તરવૈયાએ લગાવ્યા હતા.
તરવૈયાઓ પાસેથી તગડી ફ્રી વસૂલ કરવામાં આવે છે. પરંતુ તેની તુલનામાં જોઈએ તેવી સુવિધા તરવૈયાઓને આપવામાં આવતી નથી. એક તરફ ફીટ ઈન્ડિયાની વાતો કરવામાં આવે છે ત્યારે સિનિયર સિટીઝનો, નાના બાળકો, મહિલાઓ, યુવક, યુવતીઓ કસરતના ભાગરૂપે સ્વિમિંગ કરવા આવતા હોય છે. પરંતુ સ્વિમિંગ પૂલમાં જ જરૂરી સવલતો નહીં મળવાના કારણે આજે તરવૈયાઓ તંત્રના પાપે હાલાકી વેઠવા મજબુર બન્યા છે.
"પાંચ વર્ષ કૌભાંડ કરનારા હવે ચૂંટણી આવતા 'સુંદરકાંડ' કરે છે": AAP પર વરાછાના ધારાસભ્યનો સીધો પ્રહાર






