Home Tech/Gadgets Upi Will Not Free For All Google Pay Start Charging Fees For Bill Payments Phonepe Paytm

શું હવે બધા UPI પેમેન્ટ પર લાગશે ચાર્જિસ? : કઈ કંપનીએ લીધા રૂપિયા

શું હવે બધા UPI પેમેન્ટ પર લાગશે ચાર્જિસ?
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2025, 06:12 AM IST

ભારતમાં આજે UPI આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. એક વ્યક્તિ દરરોજ લગભગ 60થી 80 ટકા વ્યવહારો UPI દ્વારા કરે છે. UPIથી દરરોજ અબજો રૂપિયાનું વ્યવહાર કરવામાં આવે છે. જોકે દેશભરમાં ઘણી કંપનીઓ UPI દ્વારા ઓનલાઇન ચુકવણી સુવિધા પ્રદાન કરે છે, પરંતુ પેટીએમ, ગૂગલ પે અને ફોનપે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આ તમામ કંપનીઓ મોટાભાગના UPI ટ્રાન્ઝેક્શન માટે કોઈ ફી લેતી નથી. પરંતુ હવે આ મફત સેવાઓ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. હવે તમારે વિવિધ સેવાઓ માટે ચૂકવણી કરવી પડી શકે છે.

આ કંપનીઓ પહેલાથી જ UPI દ્વારા મોબાઇલ રિચાર્જ માટે ચાર્જ લઈ રહી છે. હવે રિકવરીની માત્ર મોબાઇલ રિચાર્જ સુધી મર્યાદિત નહીં રહે. ગૂગલે આની શરૂઆત કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૂગલ પેએ લાઈટ બીલ માટે કન્વીનિયન્સ ફીના નામે ગ્રાહકો પાસેથી 15 રૂપિયા વસૂલે છે. રિપોર્ટ અનુસાર, યૂઝરે ક્રેડિટ કાર્ડની મદદથી ગૂગલ પેથી વીજળીનું બિલ ચૂકવ્યું હતું.

UPIનો ઉપયોગ સમગ્ર દેશમાં વ્યાપકપણે થાય છે.
ગૂગલ પેએ આ ચાર્જને "ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વ્યવહારો માટેની પ્રોસેસિંગ ફી" તરીકે વર્ણવ્યો હતો અને તેમાં GSTનો સમાવેશ થતો હતો. UPIનો ઉપયોગ માત્ર દુકાનોમાં ખરીદી માટે જ નહીં પરંતુ અન્ય ઘણી સેવાઓ માટે પણ થઈ રહ્યો છે. તેમાં પેટ્રોલ અને ડીઝલ, મોબાઇલ રિચાર્જ, DTH રિચાર્જ, વિવિધ પ્રકારના બિલની ચૂકવણી, રેલવે-ફ્લાઇટ ટિકિટ, મૂવી ટિકિટ, ફાસ્ટેગ, ગેસ બુકિંગ, મની ટ્રાન્સફર, મેટ્રો કાર્ડ રિચાર્જ, વીમા પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now