Home Tech/Gadgets Vivo X Fold 6 Launch Features Zeiss Camera Ai Foldable Phone

માર્કેટમાં ધૂમ મચાવવા Vivo લોન્ચ કરશે નવો પાવરફૂલ X Fold 6 સ્માર્ટફોન : 200MP કેમેરા અને 7000mAhની બેટરી, ફીચર્સ જાણીને રહી જશો દંગ

Vivo X Fold 6
Image Credit: Vivo
Published by: Aryan Shah
Last Updated: Jun 25, 2026, 03:15 AM IST

Vivo X Fold 6 : સ્માર્ટફોન પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વીવો કંપની પોતાનો નવો ફ્લેગશિપ ફોલ્ડેબલ ફોન Vivo X Fold 6 લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોન 26 જૂને લોન્ચ થવા જઈ રહ્યો છે. લોન્ચિંગના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કંપનીએ આ ફોનના શાનદાર સ્પેસિફિકેશન્સ જાહેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ ફોનમાં મોટી બેટરી અને શાનદાર AI ફીચર્સ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પાવરફુલ પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ

આ ફોન રેકોર્ડબ્રેક પરફોર્મન્સ આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં MediaTek Dimensity 9500 Super Edition ચિપસેટ આપવામાં આવશે, જે ખૂબ જ શક્તિશાળી પ્રોસેસર છે. તેની સાથે આ ફોન OriginOS 6 Fold ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે, જે ખાસ કરીને મોટી સ્ક્રીનવાળા ફોલ્ડેબલ ફોન માટે જ ડિઝાઇન કરવામાં આવી છે.

આ પણ ખાસ વાંચો : બેક ડિસ્પ્લે સાથે લોન્ચ થયો Infinixનો આ ખાસ સ્માર્ટફોન : ઇટાલિયન ડિઝાઇન અને પ્રીમિયમ ફીચર્સનું અદભુત અને અનોખું કોમ્બિનેશન

એટોમિક વર્કબેન્ચ અને AI ફીચર્સ

કંપનીએ આ ફોનમાં એક ખાસ ફીચર ઉમેર્યું છે જેને Atomic Workbench નામ આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એક જ સ્ક્રીન પર એકસાથે અનેક કાર્યો ખૂબ જ સરળતાથી કરી શકશે. આ સાથે આ સ્માર્ટફોન એડવાન્સ AI ફીચર્સથી સજ્જ હશે, જે તમારા કામને વધુ સ્માર્ટ અને ઝડપી બનાવશે.

દમદાર બેટરી અને પ્રીમિયમ ડિસ્પ્લે

Vivo X Fold 6 માં 7000mAh ની વિશાળ બેટરી આપવામાં આવી છે. આમાં સિલિકોન-કાર્બન બેટરી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આટલી મોટી બેટરી હોવા છતાં આ ફોન દેખાવમાં ખૂબ જ સ્લિમ અને પ્રીમિયમ છે. સ્ક્રીનની સુરક્ષા માટે તેના બહારના ડિસ્પ્લે પર Armour Glass નું પ્રોટેક્શન છે અને અંદરના ડિસ્પ્લેમાં પ્રીમિયમ Samsung M14 ડિસ્પ્લે મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચો : Nothingની નવી ‘(b)’ સિરીઝનો પહેલો સ્માર્ટફોન ટૂંક સમયમાં થશે લોન્ચ : 25,000ના બજેટમાં મળશે પાવરફૂલ પ્રોસેસર

અદભુત ZEISS કેમેરા સેટઅપ

આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરા છે. તેમાં 200 મેગાપિક્સલનો ZEISS મુખ્ય કેમેરા આપવામાં આવ્યો છે, જે 1/1.4-ઇંચના મોટા સેન્સર અને CIPA 4.5 સ્ટેબિલાઇઝેશનને સપોર્ટ કરે છે. આ સિવાય ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલનો ZEISS APO ટેલિફોટો કેમેરા પણ ઉપલબ્ધ છે. કંપનીએ પોતાની ખાસ V3+ ઇમેજિંગ ચિપ પણ આમાં સામેલ કરી છે, જેનાથી 60fps પર 4K વીડિયો અને Dolby Vision સપોર્ટ મળે છે.

મજબૂતાઈ, સ્ટોરેજ અને અંદાજિત કિંમત

આ ફોન પાણી અને ધૂળથી સુરક્ષિત રહે તે માટે IPX8 અને IPX9 રેટિંગ ધરાવે છે, તેમજ તેમાં IPX5 રેટિંગ પણ આપવામાં આવ્યું છે. સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 16GB સુધીની RAM અને 1TB સુધીનું મોટું સ્ટોરેજ મળી શકે છે. આ ફોનની કિંમત 9999 યુઆન એટલે કે ભારતીય રૂપિયામાં આશરે 1,40,000 રૂપિયાથી શરૂ થવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now