Infinix Note 60 Pro Pininfarina Limited Edition : ટેકનોલોજીની દુનિયામાં Infinix કંપનીએ ભારતીય માર્કેટમાં એક મોટો ધમાકો કર્યો છે. કંપનીએ પોતાનો નવો પ્રીમિયમ સ્માર્ટફોન Infinix Note 60 Pro Pininfarina Limited Edition લોન્ચ કરી દીધો છે. આ ફોનની સૌથી ખાસ વાત તેની સુપરકાર જેવી ડિઝાઇન અને બેક પેનલ પર આપેલી ખાસ ડિસ્પ્લે છે. જાણો આ આકર્ષક સ્માર્ટફોનની કિંમત, લોન્ચ ઓફર્સ અને તેના શાનદાર ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.
શાનદાર અને અનોખી ડિઝાઇન
Infinixનો આ નવો સ્માર્ટફોન ઇટાલીની પ્રખ્યાત ડિઝાઇન ફર્મ Pininfarina સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે. આ ફોનનો લુક સુપરકાર જેવો પ્રીમિયમ લાગે છે. તેના પાછળના ભાગમાં કાર્બન ફાઇબર ફિનિશ રીઅર પેનલ આપવામાં આવી છે. આ સાથે ફોનને મજબૂતી આપવા માટે 360-ડિગ્રી એરોસ્પેસ-ગ્રેડ એલ્યુમિનિયમ ફ્રેમ અને લાલ રંગની એક્સેન્ટ લાઇન્સ જોવા મળે છે. કેમેરાની બાજુમાં એક ખાસ એક્ટિવ મેટ્રિક્સ રીઅર ડિસ્પ્લે છે, જે ફોન ઉંધો પડ્યો હોય ત્યારે પણ નોટિફિકેશન, સમય અને બેટરી લેવલ જેવી માહિતી બતાવે છે.
આ પણ ખાસ વાંચો : Nothingની નવી ‘(b)’ સિરીઝનો પહેલો સ્માર્ટફોન ટૂંક સમયમાં થશે લોન્ચ : 25,000ના બજેટમાં મળશે પાવરફૂલ પ્રોસેસર
ડિસ્પ્લે અને પરફોર્મન્સ
આ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2644x1208 પિક્સેલ છે. સ્ક્રીનને સ્મૂધ ચલાવવા માટે 144Hzનો રિફ્રેશ રેટ અને તડકામાં પણ સ્પષ્ટ જોવા માટે 4500nitsની પીક બ્રાઇટનેસ મળે છે. આંખોની સુરક્ષા માટે 2304Hz PWM ડિમિંગ અને સ્ક્રીનની મજબૂતી માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7iનું પ્રોટેક્શન છે. પાવરફુલ પરફોર્મન્સ માટે ફોનમાં Snapdragon 7s Gen 4 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન Android 16 પર આધારિત XOS 16 સિસ્ટમ પર કામ કરે છે.
સ્ટોરેજ અને પાવરફુલ બેટરી
Infinixનો આ ખાસ ફોન 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે સિંગલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. પાવર બેકઅપ માટે તેમાં 6500mAhની ખુબ જ મોટી અને પાવરફુલ બેટરી આપવામાં આવી છે. આ બેટરીને ઝડપથી ચાર્જ કરવા માટે 90W નું ફાસ્ટ ચાર્જિંગ અને 30Wનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે, જેથી તમારો ફોન મિનિટોમાં ચાર્જ થઈ જશે.
આ પણ ખાસ વાંચો : Samsung Galaxy M47 5G ટૂંક સમયમાં થશે લોન્ચ : એન્ડ્રોઇડ 16 અને AI ફીચર્સ સાથે 6 વર્ષ સુધી મળશે અપડેટ્સ
કેમેરા અને અન્ય ફીચર્સ
ફોટોગ્રાફીના શોખીનો માટે ફોનના પાછળના ભાગમાં 50mpનો મુખ્ય કેમેરો અને 8mpનો અલ્ટ્રા-વાઇડ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આગળના ભાગમાં 13mpનો ફ્રન્ટ કેમેરો મળશે. ખાસ વાત એ છે કે આગળ અને પાછળ બંને કેમેરાથી 4K 30fps વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે. ફોનમાં સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ધૂળ-પાણીથી બચવા માટે IP64 રેટિંગ મળેલું છે. આ સિવાય JBL ઓડિયો ટ્યુનિંગવાળા સ્ટીરિયો સ્પીકર્સ અને 5G કનેક્ટિવિટી પણ મળે છે.
કિંમત અને આકર્ષક ઓફર્સ
Infinix Note 60 Pro Pininfarina Limited Editionની ભારતમાં કિંમત ₹37,999 રાખવામાં આવી છે. આ ફોનનું વેચાણ 29 જૂને બપોરે 12 વાગ્યાથી ઈ-કોમર્સ વેબસાઇટ Flipkart અને Infinix Indiaના ઓનલાઇન સ્ટોર પર શરૂ થશે. જો તમે લોન્ચ ઓફર અંતર્ગત HDFC, Axis, ICICI કે SBI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશો તો તમને ₹2,000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત જૂનો ફોન એક્સચેન્જ કરવા પર પણ ₹2,000નું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.





