Home Business Upcoming Dividends Bonus Stocks Sbi Life Bel List March Silver Touch Tech Bonus Share Stock Split Record Date

પૈસાથી પૈસો બનાવવાની તક : સિલ્વર ટચ ટેકનોલોજીસના રોકાણકારોની લાગશે લોટરી, એક સાથે બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટની જાહેરાત, જાણો રેકોર્ડ ડેટ અને લિસ્ટ

પૈસાથી પૈસો બનાવવાની તક
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 09:37 AM IST

Upcoming Dividends: ભારતીય શેરબજારમાં આ અઠવાડિયે રોકાણકારોની નજર અનેક મહત્વના સ્ટોક્સ પર રહેશે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL), SBI લાઈફ અને એન્જિનિયર્સ ઈન્ડિયા જેવી મોટી કંપનીઓ તેમના શેરધારકોને ડિવિડન્ડ કે બોનસની ભેટ આપવાની છે. સામાન્ય રીતે જ્યારે કોઈ કંપની નફો કરે છે, ત્યારે તે પોતાના શેરધારકો સાથે ડિવિડન્ડ અથવા બોનસ શેર દ્વારા નફાની વહેંચણી કરે છે. આ અઠવાડિયે અલગ-અલગ કંપનીઓ સ્ટોક સ્પ્લિટ (શેર વિભાજન), રાઈટ ઈશ્યુ અને ડિવિડન્ડ જાહેર કરી રહી છે, જેની સીધી અસર જે-તે શેરના ભાવ પર જોવા મળી શકે છે. ચાલો જાણીએ કઈ કંપની ક્યારે અને શું આપવાની છે...

SBI Life: રૂ.2.70 ના ડિવિડન્ડની જાહેરાત

વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપની SBI લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર રૂ.2.70 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. જે રોકાણકારોના નામ 6 માર્ચ, 2026 (રેકોર્ડ ડેટ) ના રોજ કંપનીના રજિસ્ટરમાં હશે, તેમને આ ડિવિડન્ડનો લાભ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, ડિવિડન્ડની રકમ 27 માર્ચ, 2026 ના રોજ અથવા તે પહેલાં શેરધારકોના ખાતામાં જમા કરી દેવામાં આવશે.

સિલ્વર ટચ ટેકનોલોજીસ: બોનસ અને સ્ટોક સ્પ્લિટની ડબલ ભેટ

IT સોલ્યુશન્સ પ્રોવાઈડર કંપની સિલ્વર ટચ ટેકનોલોજીસના શેરધારકો માટે સારા સમાચાર છે. કંપનીએ 1:1 ના રેશિયોમાં બોનસ શેર જાહેર કર્યા છે, એટલે કે દરેક 1 શેર પર વધારાનો 1 શેર ફ્રી મળશે. આ ઉપરાંત, કંપની રૂ.10 ની ફેસ વેલ્યુ ધરાવતા શેરનું રૂ.2 માં વિભાજન (Stock Split) પણ કરી રહી છે. આ બંને કોર્પોરેટ એક્શન માટે 6 માર્ચ, 2026 ની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે.

આ સપ્તાહના મહત્વના કોર્પોરેટ એક્શનનું લિસ્ટ

કંપનીનું નામ

એક્સ-ડેટ

વિગત

રકમ/રેશિયો

SBI Life Insurance

06 માર્ચ

વચગાળાનું ડિવિડન્ડ

રૂ.2.70

Bharat Electronics (BEL)

06 માર્ચ

વચગાળાનું ડિવિડન્ડ

રૂ.1.95

Engineers India

06 માર્ચ

વચગાળાનું ડિવિડન્ડ

રૂ.1.50

John Cockerill India

06 માર્ચ

ફાઈનલ ડિવિડન્ડ

રૂ.7.00

Silver Touch Tech

06 માર્ચ

બોનસ ઈશ્યુ

1:1

LKP Finance

06 માર્ચ

બોનસ ઈશ્યુ

4:1

Meera Industries

06 માર્ચ

સ્ટોક સ્પ્લિટ

રૂ.10 થી રૂ.5

Varvee Global

02 માર્ચ

સ્ટોક સ્પ્લિટ

રૂ.10 થી રૂ.5

SBI કાર્ડ્સ પર પણ રહેશે નજર

SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીસનું બોર્ડ 5 માર્ચના રોજ એક મહત્વની બેઠક યોજવાનું છે. આ મીટિંગમાં નાણાકીય વર્ષ 2026 માટે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત અંગે વિચારણા કરવામાં આવશે. જો ડિવિડન્ડ જાહેર થાય છે, તો તેના માટે રેકોર્ડ ડેટ 11 માર્ચ નક્કી કરવામાં આવી છે.

(નોંધ: શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. ડિવિડન્ડ કે બોનસના સમાચારના આધારે રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી.)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now