ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્ય સંગઠનની નવી ટીમની જાહેરાત કરી છે. નવી યાદીમાં કુલ 46 હોદ્દેદારોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીમાંથી અલગ થયેલા પૂજા પાલને પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપના આ સંગઠનાત્મક ફેરફારને આગામી 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદની રાજકીય તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. નવી ટીમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી, પ્રાદેશિક અધ્યક્ષ, પ્રવક્તા, મીડિયા સંયોજક તેમજ વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી? : કેન્દ્ર સરકારે વર્ષો જૂના નિયમ પર કરી મોટી સ્પષ્ટતા, જાણો નાગરિકતા સાબિત કરવા શું છે સાચો નિયમ
નીરજ સિંહ અને પૂજા પાલને મહત્વની જવાબદારી
જાહેર કરાયેલી યાદી મુજબ, રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે પૂજા પાલને પણ ઉપાધ્યક્ષ પદની જવાબદારી આપવામાં આવી છે. ઉપરાંત પ્રિયંકા રાવત સહિત અનેક નેતાઓને પણ સંગઠનમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ભાજપે નવા મહામંત્રીઓ, મંત્રીઓ, પ્રાદેશિક અધ્યક્ષો અને મોરચાના પ્રમુખોની પણ જાહેરાત કરી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે રોહિત મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો: Mehrauli Building Collapse : દિલ્હીમાં ડિમોલિશન દરમિયાન 3 માળની ઈમારત ધરાશાયી, કાટમાળ નીચે લોકો ફસાયાની આશંકા
ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાજિક સમીકરણો પર ભાર
અહેવાલો અનુસાર, ભાજપે નવી ટીમની રચનામાં વિવિધ સામાજિક વર્ગો અને પ્રદેશોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. પાર્ટીનું માનવું છે કે આ નવી સંગઠનાત્મક ટીમ આગામી ચૂંટણીમાં મેદાની સ્તરે પાર્ટીને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.






