રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ઉનાળુ પાકને લઈ ચિંતાનો માહોલ સર્જાયો છે. ગોંડલ તાલુકાના રીબડા, રીબ, દાળિયા, વાડધરી અને મેંગણી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની આશંકા
વડધરી અને મેંગણી ગામના ખેતરોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. ખેડૂતો ઉનાળુ પાકના છેલ્લા તબક્કામાં હોય ત્યારે આ અણધારી વરસાદથી પાકને નુકસાન પહોંચવાની શક્યતા છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





