સુરતમાં અસાાજિક તત્વોનો આતંક કુખ્યાત સમીર માંડવા પર અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ
રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. 4 ઈસમો પર અંગત અદાવતને લઈ ફાયરિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને હાલ લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
મળીતી માહિતી અનુસાર સુરત શહેરમાં રોજબરોજ ક્રાઈમની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક વાર માથાભારે શખ્સની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગની ઘટના બની છે. સુરતના કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. 3થી 4 અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ છે. જોકે, હાલ પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જોકે આ ઘટનાને લઈને ફરિયાદીનું કહેવું છે કે તેઓ રોડ પર ઉભા હતા તે દરમિયાન 3 થી 4 શખ્સો આવે છે અને તેમની ઉપર ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે. ત્યારે આ ઘટનામાં ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી, પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ બાદની બુલેટ જપ્ત કરી છે અને તે કેટલા એમએમની છે તે દિશામાં તપાસ હાથધરી છે. હજી સુધી આ કેસમાં આરોપીઓ ઝડપાયા નથી પરંતુ પોલીસનો દાવો છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કુખ્યાત સમીર માંડવાના ઘરનું પણ ડિમોલિશન કરાયું છે. કુખ્યાત સમીર માંડવા ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલો છે અને લૂંટ, મારામારી જેવા અનેક ગુના તેની સામે પણ નોંધાયા છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






