Home Gujarat Unique Mock Drill Was Held In The Sabarmati Canal Many Government And Paramilitary Agenciesparticipated

સાબરમતી નહેરમાં યોજાઈ અનોખી મોકડ્રીલ : અનેક સરકારી અને અર્ધસૈન્ય એજન્સીઓએ ભાગ લીધો

સાબરમતી નહેરમાં યોજાઈ અનોખી મોકડ્રીલ
Published by: OBS Bureau
Last Updated: May 31, 2025, 10:40 AM IST

અમદાવાદના સાબરમતી કેનાલ ખાતે આજ રોજ ઇન્ડિયન આર્મીના નેતૃત્વમાં HADR મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇન્ડિયન આર્મી આયોજિત આ એક્સરસાઈઝમાં અનેક સરકારી અને અર્ધસૈન્ય એજન્સીઓએ ભાગ લીધો હતો.આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય સંયુક્તતા વધારવાનો અને વાસ્તવિક જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ દરમિયાન સરળ, ઝડપી અને વધુ અસરકારક પ્રતિભાવને સક્ષમ બનાવવાનો છે. આવી એક્સરસાઈઝથી ખરેખર જ્યારે ઈમરજન્સી આવે તે સમયે વધુ સારું સંકલન સુનિશ્ચિત થાય છે.

આજે સાંજે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ
અમદાવાદ શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે, જ્યારે વીરમગામમાં પોસીસલાઇન ખાતે તા. ૩૧મી મેના રોજ સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ બંને સ્થળે સાંજે પાંચ વાગ્યાથી જુદી જુદી છ પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરવામાં આવશે. સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંતર્ગત સાઇલેન્ટ રિકોલ અને વોલેન્ટિયર મોબિલાઇઝેશન, એર રેડ સિમ્યુલેશન, કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન, બ્લેકઆઉટ પ્રોટોકોલ્સ, બ્લડ ડોનેશન કેમ્પ તથા ઈવેક્યુએશન ડ્રીલ સહિતની એક્સરસાઇઝ પરફોર્મ કરવામાં આવશે. ત્યાર બાદ ઉપરોક્ત બંને સ્થળે રાત્રે ૭:૪૫ વાગ્યાથી બ્લેકઆઉટ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now