Home Gujarat Unique Ganesha In Jamnagar

જામનગરમાં અનોખા ગણપતિ : તેલીબિયાં વડે ગણપતિ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું

જામનગરમાં અનોખા ગણપતિ
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 07:01 AM IST

દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ આ વર્ષે પોતાના 29મા વર્ષની મંગલ પ્રવેશ કરી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ, સામાજિક સંદેશ તથા અનોખા આયોજન સાથે મહોત્સવ ઉજવાય છે. આ વર્ષે સ્થાપિત થનારી પ્રતિમા સંપૂર્ણ પ્રદૂષણ રહિત સામગ્રી વડે બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેલના વધતા વપરાશ ઘટાડવા અંગેના સંદેશને ધ્યાનમાં રાખી તેલીબિયાં વડે મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. સોયાબીન, મકાઈ, સરસવ, તલ, એરંડા, કપાસ, સીંગદાણા, રાયડો, સૂરજમુખી, નાળિયેર સાથે કંતાન, કાપડ, પૂઠાં, વાંસ અને દોરા જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેલીબિયાં વડે ગણપતિ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું

આ આયોજન એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, જેણે અત્યાર સુધીમાં સતત 8 વખત ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ગ્રુપે 2012માં 145 કિ.ગ્રા.ની ભાખરી, 2013માં 11,111 લાડુ, 2014માં 51.6 ફૂટની અગરબત્તી, 2015માં ફિંગર પેન્ટિંગ દ્વારા ગણેશજીનું ચિત્ર તથા ૨૦૧૭માં સાત ધાનનો ખીચડો બનાવી અનોખા રેકોર્ડ્સ રચ્યા હતા.

દગડુશેઠ ગણપતિ મહોત્સવ

આ વર્ષે તા. 30-08-2025 (શનિવાર)*ના રોજ “The Tallest Stack Of Crown Worn At Once” એટલે કે એક સાથે સૌથી વધુ મુકુટ પહેરવાનો નવો ગિનેઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ થાય છે.

દર વર્ષે જેમ, આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપાના દર્શન કરવા આવે છે અને સમગ્ર જામનગર શહેર ભક્તિભાવ અને શ્રદ્ધાના માહોલથી ગુંજી ઉઠે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now