MLA Balwantsinh Rajput : રાજકીય ક્ષેત્રમાં સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધારાસભ્ય તરીકે પગાર અને ભથ્થા આકારવાના મામલે સેક્શન ઓફિસરે જરૂરી પુરાવાની માંગણી કરતાં બલવંતસિંહ રાજપૂતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ કોઈ પગાર કે ભથ્થો સ્વીકારતા નથી.
''...મને કોઈ પ્રકારનું ભથ્થું સ્વીકાર્ય નથી”
તેમણે સચિવને લખેલા પત્રમાં નોંધ્યું કે “મેં અગાઉ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી તરીકે ફરજ બજાવતી વખતે પણ કોઈ પગાર, ભથ્થો કે અન્ય સવલતો સ્વીકારી નથી, આજે પણ મને મળવાપાત્ર કોઈ ભથ્થો કે પગારમાં રસ નથી, તેથી મને કોઈ પ્રકારનું ભથ્થું સ્વીકાર્ય નથી”
રાજકીય વર્તુળોમાં ચર્ચા
બલવંતસિંહ રાજપૂતના આ નિવેદન અને નિર્ણયને લઈ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે અને ઘણા લોકો આ પગલાને પ્રશંસા સાથે જોઈ રહ્યા છે. સેક્શન અધિકારીએ બલવંતસિંહ રાજપૂત પાસે જરૂરી પુરાવા માંગતા તેમણે સચિવને પગાર, ભથ્થો ન લેવા મામલે પત્ર લખ્યો હતો.






