Home Gujarat Union Minister Amit Shah Will Gift Development Works To Ahmedabad

કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસકાર્યોની ભેટ : વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ, ગોતામાં સભા, થલતેજમાં 881 EWS આવાસોનું લોકાર્પણ

કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદને આપશે વિકાસકાર્યોની ભેટ
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2025, 05:33 AM IST

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમના પ્રવાસના આજે ત્રીજા દિવસ દરમિયાન તેઓ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા કુલ રૂ. 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શહેરના વિકાસને નવી દિશા આપે તેવા અનેક પ્રોજેક્ટો આ પ્રસંગે કાર્યરત બનવાના છે.

102 નવા સહાયક ફાયરમેનને નિયુક્તિ પત્રો આપશે

અમિત શાહ થલતેજ વિસ્તારમાં તૈયાર થયેલા 881 EWS (Economically Weaker Section) આવાસોના લોકાર્પણ, બોપલ ક્ષેત્રમાં નવા બનાવાયેલા ગાર્ડનના ઉદ્ઘાટન, તેમજ વસ્ત્રાપુર તળાવના સૌંદર્યીકરણ પ્રકલ્પના લોકાર્પણ સહિતના મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. આ સાથે અમદાવાદ ફાયર વિભાગમાં નિયુક્ત થયેલા 102 નવા સહાયક ફાયરમેનને નિયુક્તિ પત્રો પણ અમિત શાહના હસ્તે આપવામાં આવશે. પ્રવાસ દરમિયાન તેઓ ગોતામાં યોજાનારી જાહેર સભાને સંબોધિત પણ કરશે. તેમના આ પ્રવાસથી અમદાવાદ સહિત રાજ્યના વિકાસકાર્યોને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે.

જાણો દિવસભરના કાર્યક્રમો

10:30 AM - PM આવાસ યોજના અંતર્ગત થલતેજ વોર્ડમાં નવનિર્મિત 861 EWS આવાસોનું લોકાર્પણ

સ્થળ: તુલસી રેસિડેન્સી પાસે, ફાયર સ્ટેશન રોડ, થલતેજ

11:00 AM - PPP મોડલ પર સરખેજ વોર્ડમાં વિકાસ કરેલ ઓક્સિજન પાર્કનું લોકાર્પણ

સ્થળઃ ઈલેક્ટ્રોથર્મ ગાર્ડન, સાઉથ બોપલ, અમદાવાદ

11:30 AM - સરખેજ વોર્ડમાં નવનિર્મિત શકરી તળાવનું લોકાર્પણ

સ્થળ: શકરી તળાવ, સરખેજ ગામ, અમદાવાદ

12:00 PM - બોડકદેવ વોર્ડમાં નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ

સ્થળ: વસ્ત્રાપુર તળાવ, અમદાવાદ

12:15 PM - બોડકદેવ વોર્ડમાં નવનિર્મિત ઓપન પાર્ટી પ્લોટનું લોકાર્પણ

સ્થળ: મેમનગર પાર્ટી પ્લોટ, માનવ મંદિર સામે, મેમનગર, અમદાવાદ

12:30 PM - ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત PM આવાસ યોજના હેઠળ નવનિર્મિત 350 EWS આવાસોનું લોકાર્પણ

સ્થળઃ નટ્ટ ના છાપરા પાસે, ભીમજીપુરા, નવા વાડજ, અમદાવાદ

12:30 PM - ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત PM આવાસ યોજના હેઠળ નવનિર્મિત 350 EWS આવાસોનું લોકાર્પણ

સ્થળ: નટ્ટ ના છાપરા પાસે, ભીમજીપુરા, નવા વાડજ, અમદાવાદ

12:55 PM - રાણીપ વોર્ડમાં GST ઓવરબ્રિજ નીચે વિકસિત સંકુલની મુલાકાત

સ્થળ: રાણીપ GST બ્રિજ, ન્યુ રાણીપ, અમદાવાદ

12:55 PM - રાણીપ વોર્ડમાં નવનિર્મિત જીગ્નેશિયમ અને લાયબ્રેરીની મુલાકાત

સ્થળ: ગંગોત્રી સોસાયટી, વિભાગ-2 પાસે, ન્યુ રાણીપ, અમદાવાદ

02:00 PM - ગોતા વોર્ડમાં નવનિર્મિત મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત

સ્થળ: દેવનગર વેજીટેબલ માર્કેટ પાસે, ગોતા, અમદાવાદ

02:05 PM - નવનિર્મિત વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

સ્થળ: દેવનગર વેજીટેબલ માર્કેટ પાસે, ગોતા, અમદાવાદ

03:30 PM - UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન

સ્થળ: શક્તિ કન્વેન્શન, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ

05:15 PM - BAPS પ્રમુખ વરણી અમૃત મહોત્સવ

સ્થળ: સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ