વર્તમાન સમયમાં અનેક રાજ્યમાં ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. આ ભાષા વિવાદની વચ્ચે નર્મદા જિલ્લાના એકતા નગરમાં વાઇસ ચાન્સલરોની કોન્ફ્રાન્સમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભાષાને લઈ મોટું નિવેદન આપ્યું છે.
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ભારતભરના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના વાઇસ ચાન્સલરોની 2 દિવસીયનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફ્રાન્સમાં વર્ષ 2020માં નવી શિક્ષણ નીતિની શરૂઆત થઈ હતી. હવે આ નવી શિક્ષણ નીતિને 5 વર્ષ પૂર્ણ થતા તેના પર વિવિધ વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.આ બેઠકમાં 5 વર્ષમાં નવી શિક્ષણ નીતિ પર કેટલું કામ થયું છે, તેના વિશે ચર્ચાઓ અને આગામી સમયમાં રોડમેપ તૈયાર કરવા અંગે કોન્ફ્રાન્સમાં ચર્ચાઓ કરવામાં આવી રહી છે. 2047માં ભારતને ડેવલોપ નેશનમાં પરિવર્તિત કરવાની ચર્ચા કરવામાં આવશે.
નવા સમાજની રચનાની પરિકલ્પના રાષ્ટ્રિય શિક્ષનીતિની પરામર્શની કેપ્ટન શિપ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય કરી રહ્યું છે. 2014થી 2025 સુધીમાં કોલજની સંખ્યા વધી,ઈન્સ્ટિટ્યૂટની સંખ્યા વધી,દલિત વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે.ભારત ની શિક્ષાનીતિને ગ્લોબલ બનાવાની છે.નવી શિક્ષાનીતિ માટેનો રિવ્યુ અને તેના આગળના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાના પણ હ્યુમન ઇન્ટેલિજન્સનું મહત્વ એટલું જ છે.યુનિવર્સિટીમાં પણ હ્યુમન ઇન્ટેલિજન્સનું મહત્વ સારું છે.
ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું??
આપણી પાસે દુનિયાની સૌથી વધુ સેટેલાઇટ ચેનલો છે. આવનારા સમયમાં ભારતની તમામ હાઈસ્કૂલને બ્રોડબેન્ડ થી જોડવા જઈ રહ્યા છીએ.ત્રીજી ભાષા વિશે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ, જે રાજ્યની જે પણ માતૃભાષા છે તેમાં જ થવું જોઈએ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો





